આ પાકિસ્તાની ક્રિકેટરની પત્નીઓ કોઈ અભિનેત્રીથી નથી કમ, બે તો છે ભારતીય

પાકિસ્તાની ક્રિકેટરની સુદર પત્નીઓએ સોશિયલ મીડિયામાં લગાવી આગ.. હસન અલીએ પણ ભારતીય યુવતી સાથે કર્યા છે લગ્ન

ICC T20 વર્લ્ડ કપ 2021 શરૂ થઈ ગયો છે, તમામ ક્રિકેટ ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચની આતુરતાથી રાહ જોતા હતા. પરંતુ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતની શરમજનક હાર થતા ફેંસમાં નિરાશા જોવા મળી છે. જેટલી ચર્ચા પાકિસ્તાનની જીતની થઈ રહી છે તેટલી જ ચર્ચા પાકિસ્તાની ક્રિકેટરોની સુંદર પત્નીઓની પણ થઈ રહી છે.

સરફરાઝ અહમદ-સઇદા ખુશબખ્ત:
પાકિસ્તાન ક્રિકેટ ટીમના વિકેટકીપર-બેટ્સમેન સરફરાઝ અહેમદે વર્ષ 2015માં સૈયદા ખુશબખ્ત સાથે લગ્ન કર્યા હતા. હાલમાં આ દંપતીને 2 બાળકો છે.

મોહમ્મદ હાફીઝ-નાઝિયા હાફીઝ:
પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ હાફીઝે વર્ષ 2007માં નાઝિયા હાફીઝ સાથે લગ્ન કર્યા હતા. નાઝિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તેની પોસ્ટ દર્શાવે છે કે તેને ક્રિકેટમાં ઘણો રસ છે.

ઇમાદ વસીમ-સાનિયા અશફાક:
પાકિસ્તાની ઓલરાઉન્ડર ઇમાદ વસીમે ઓગસ્ટ 2019 માં ઇસ્લામાબાદની શાહ ફૈઝલ મસ્જિદમાં બ્રિટિશ મૂળની સાનિયા અશફાક સાથે લગ્ન કર્યા હતા. માર્ચ 2021માં સાનિયાએ એક બાળકીને જન્મ આપ્યો.

શોએબ મલિક-સાનિયા મિર્ઝા:
શોએબ મલિકે વર્ષ 2010માં ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા. તે રમત જગતમાં સૌથી પ્રસિદ્ધ લગ્નોમાંના એક માનવામાં આવે છે. આ પ્રખ્યાત કપલને એક પુત્ર પણ છે જેનું નામ ઇઝાન મિર્ઝા મલિક છે.

હસન અલી-શામિયા આરઝુ:
પાક ક્રિકેટર હસન અલી અને ભારતીય એરોનોટિકલ એન્જિનિયર શામિયા આરઝૂના લગ્ન દુબઈમાં થયા હતા, જેમાં માત્ર નજીકના સંબંધીઓ અને મિત્રોએ જ હાજરી આપી હતી. હસન અલીના કહેવા પ્રમાણે, શામિયા સાથે તેની પહેલી મુલાકાત ડિનર દરમિયાન થઈ હતી. થોડા સમય માટે મળ્યા બાદ હસન અલીએ શમિયાને પ્રપોઝ કર્યું. શામિયા મૂળ હરિયાણાના પલવલ જિલ્લાની છે.

મોહમ્મદ આમિર- નરજીસ ખાતુન:
પાકિસ્તાનના ફાટ બોલર મોહમ્મદ આમિરની પત્નીનું નામ નરજીસ ખાતુન છે. આ બંનેએ વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. નરજીસે ખુબ જ મુશ્કેલ સમ,સમયમાં મોહમ્મદ આમિરનો સાથે અપાયો હતો. જયારે આમિર બેન હતો અને પોતાનો બચાવ કરી રહ્યો હતો ત્યારે આ બંને સંપર્કમાં આવ્યા હતા.

શાહિદ આફરીદી- નાદિયા આફરીદી:
પાકિસ્તાનના પૂર્વ કપ્તાન એવા શાહિદ આફરીદીની પત્નીનું નામ નાદિયા છે. નાદિયા દેખાવમાં ખુબ જ સુંદર છે. શાહિદ સાથે તેના લગ્ન વર્ષ 2000માં થયા હતા. લગ્ન બાદ તેમને ચાર દીકરીઓ અને એક દીકરો પણ છે.

વસીમ અક્રમ-શૈનેરા થોમ્પસન:
વર્ષ 2011માં પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અક્રમની મુલાકાત શૈનેરા થોમસન સાથે થઇ હતી. તે એક પીઆર સલાહકાર હતી અને વસીમ અક્રમ કોમેન્ટેટર. જેના બાદ તેમને વર્ષ 2013માં લગ્ન કરી લીધા. લગ્ન બાદ તે એક દીકરીના માતા-પિતા પણ બન્યા.

ઉમર અકમલ-નૂર આમના:
પાકિસ્તનના ક્રિકેટર ઉમર અકમલના લગ્ન વર્ષ 2014માં નૂર આમના સાથે થયા હતા. નૂર આમના પાકિસ્તાનના પૂર્વ લેગ સ્પિનર અબ્દુલ કાદરીની દીકરી છે. લગ્ન બાદ તે બંને એક દીકરીના માતા પિતા પણ છે.

YC