પ્રેમ માટે પાકિસ્તાન છોડીને ભારત આવેલી સીમાને પાકિસ્તાનમાં લાવવા માટે હવે ભારતને મળી રહી છે ધમકીઓ.. વીડિયો શેર કરીને ડાકુઓએ આપી ધમકી, જુઓ

“સીમાને પાછી પાકિસ્તાન નહિ મોકલો તો સિંધ પ્રાંતની હિન્દૂ છોકરીઓ સાથે…”, ડાકુઓએ ભારતને આપી ધમકી, જુઓ વીડિયો

Pakistani bandits threaten Seema Haider : પબજીમાં પ્રેમ થતા પોતાના દેશ પાકિસ્તાનને છોડી પોતાના ચાર બાળકો સાથે ભારત આવી ચુકેલી સીમા હૈદરનો મામલો સતત ચર્ચામાં ચાલી રહ્યો છે. સીમા અને સચિને લગ્ન કરી લીધા છે, તો તેના ઘર પણ લોકોના ટોળા ઉમટી રહ્યા છે. સીમાના ભારત આવાની અસર ભારતમાં જ નહિ પરંતુ તેના દેશ પાકિસ્તાનમાં પણ જોવા મળી રહી છે.

ડાકુની ધમકીનો વીડિયો વાયરલ :

PUBG ગેમની ફેન સીમા હૈદરને હવે પાકિસ્તાન તરફથી ધમકીઓ મળી છે. પાકિસ્તાનના કચ્છના ડાકુએ ભારતને ધમકી આપતા કહ્યું કે, સીમાને જલ્દી પરત મોકલો. પાકિસ્તાની ડાકુએ કહ્યું કે જો 2 દિવસમાં સીમા પરત નહીં આવે તો પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવશે. પાકિસ્તાની ડાકુનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ગંદી ગંદી ગાળો પણ બોલ્યા ડાકુ :

પાકિસ્તાની ડાકુએ વાયરલ વીડિયોમાં કહ્યું છે કે અમારી અપીલ છે કે અમે કબીલાના છીએ. અમારી છોકરી પાકિસ્તાનથી દિલ્હી ગઈ છે. ડાકુએ ધમકી આપી હતી કે જો અમારી છોકરી પરત નહીં આવે તો પાકિસ્તાનમાં જ્યાં પણ હિન્દુ મંદિર હશે ત્યાં હુમલો કરવામાં આવશે. તેને સન્માન સાથે પરત મોકલવી જોઈએ. અમે બલૂચ સમુદાયના છીએ. આ વીડિયોમાં ડાકુએ કેટલાક અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો છે.

+

સીમાએ પણ આપ્યો વળતો જવાબ :

સીમાએ પાકિસ્તાની ડાકુની ધમકીને લઈને પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. સીમા કહે છે કે તેના કારણે કોઈને હેરાન ના કરવા જોઈએ. પાકિસ્તાનમાં હિન્દુઓ પર આ જ રીતે અત્યાચાર થાય છે. હિંદુઓ ત્યાં ખુલ્લેઆમ તેમનો કોઈપણ તહેવાર ઉજવી શકતા નથી. સીમાએ કહ્યું કે તેણે પ્રેમ માટે પોતાની મરજીથી પાકિસ્તાન છોડી દીધું છે અને પાકિસ્તાન પાછી નહીં જાય.

Niraj Patel