ઇંગ્લેન્ડના પ્રિન્સ ચાર્લ્સને જોઇ બોલિવુડની આ ફેમસ અભિનેત્રી થઇ ગઇ હતી બેકાબૂ, સરેઆમ કરી દીધી હતી કિસ

શક્તિ કપૂરની સાળી લંડનના પ્રિન્સ ચાર્લ્સને જાહેરમાં કિસ કરવા લાગી હતી, જુઓ PHOTOS

બ્રિટનની રાણી એલિઝાબેથનું ગુરુવારે 8 સપ્ટેમ્બરે નિધન થયું હતુ. ક્વીન એલિઝાબેથે 70 વર્ષથી વધુ સમય સુધી બ્રિટન, તેની સાથે સંકળાયેલા દેશો અને વસાહતો પર શાસન કર્યું. હવે તેમના નિધન બાદ તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સને રાજા બનાવવામાં આવશે. રાણી એલિઝાબેથની સાથે પ્રિન્સ ચાર્લ્સનો પણ ભારત સાથે લાંબો સંબંધ રહ્યો છે. તેઓ ઘણી વખત ભારતની મુલાકાતે આવ્યા છે. એક સફર દરમિયાન તેની સાથે એક રસપ્રદ ઘટના બની જ્યારે બોલિવુડ અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેએ સરેઆમ ચાર્લ્સને કિસ કરી દીધી હતી.

કિંગ ચાર્લ્સને કિસ કરવાની આ ઘટના આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. તમને જણાવી દઈએ કે લગભગ 40 વર્ષ પહેલા પ્રિન્સ ચાર્લ્સ મુંબઈ આવ્યા હતા. ત્યારબાદ તેણે હિન્દી ફિલ્મ ‘આહિસ્તા આહિસ્તા’ના સેટ પર થોડો સમય વિતાવ્યો. ત્યારબાદ ચાર્લ્સ એ જોવા માંગતા હતા કે ભારતમાં કેવી રીતે ફિલ્મોનું શૂટિંગ થાય છે. આ ફિલ્મમાં પદ્મિની કોલ્હાપુરે લીડ રોલમાં હતી. પ્રિન્સ ચાર્લ્સ ફિલ્મની હિરોઈનને પણ મળ્યા હતા.

પદ્મિની કોલ્હાપુરેએ પ્રિન્સ ચાર્લ્સના ગળામાં હાર પહેરાવ્યો હતો અને તેને કિસ કરી હતી. આ સમાચારે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હેડલાઇન્સ બનાવી હતી. આ પછી પદ્મિની કોલ્હાપુર વિદેશમાં ઘણી ફેમસ થઈ ગઈ હતી. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં પદ્મિનીએ કહ્યું હતું કે, ‘ત્યારે પ્રિન્સ ચાર્લ્સ મુંબઈમાં હતા અને મને ખબર નથી કે તેમના મગજમાં શું આવ્યું કે તેઓ ફિલ્મનું શૂટિંગ જોવા આવ્યા હતા. અમે રાજકમલ સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહ્યા હતા. જ્યારે શશિકલાજીએ તેમની આરતી કરીને તેમનું સ્વાગત કર્યું,

ત્યારે મેં તેમનું સ્વાગત કરવા તેમના ગાલ પર ચુંબન કર્યું. એ દિવસોમાં એ બહુ મોટી વાત હતી. મને યાદ છે કે જ્યારે હું મારી રજાઓ ગાળવા લંડન ગઇ ત્યારે ત્યાંના ઈમિગ્રેશન ઓફિસરે પૂછ્યું હતું – તમે તે જ ને છો જેણે પ્રિન્સ ચાર્લ્સને ચુંબન કર્યું હતું. 80ના દાયકામાં પદ્મિનીનું નામ પ્રિન્સ ચાર્લ્સ સાથે જોડાયું હતું.તમને જણાવી દઈએ કે પદ્મિની કોલ્હાપુરે બોલિવૂડની સફળ હિરોઈનોમાંની એક છે. તે 90ના દાયકાની શરૂઆતમાં તેની કારકિર્દીની ટોચ પર હતી.

પદ્મિની કોલ્હાપુરે માત્ર 7 વર્ષની ઉંમરે અભિનય શરૂ કર્યો હતો. આ પછી તેણે રાજ કપૂરની જાણીતી ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’માં બાળ કલાકાર તરીકે પણ કામ કર્યું હતું. લીડ હીરોઈન તરીકે તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. પદ્મિની છેલ્લે ફિલ્મ ‘પાનીપત’માં જોવા મળી હતી.

Shah Jina