હૃતિક રોશનની નાનીની છેલ્લા સમયમાં થઇ ગઈ હતી એવી હાલત કે જોઈને તમારી આંખોમાંથી પણ આંસુઓ આવી જશે, જુઓ તસવીરો

મૃત્યુ પહેલા છેલ્લા સમયમાં આવા દેખાતા હતાં હ્રતિક રોશનના નાની, તસવીરોમાં એવી હાલત થઇ કે જોઈને રડી પડશો

રોશન પરિવાર માટે આજે ખુબ જ દુઃખનો દિવસ છે. આજે હૃતિક રોશનના નાની પદ્મા રાની 91 વર્ષની ઉંમરમાં દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા. જેના બાદ અભિનેતા અને તેનો પરિવાર શોકમાં છે. હૃતિક તેના નાના-નાનીની ખુબ જ નજીક હતો. નાનાનું થોડા સમય પહેલા નિધન થયું થયુ અને હવે તે તેના નાનીને પણ ખોઈ બેઠો છે, જેના કારણે હૃતિકનું દુઃખ પણ સમજી શકાય છે.

પદ્મા રાની બોલીવુડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા જે. ઓમ પ્રકાશ મેહરાના પત્ની હતા, જેમનું ઓગસ્ટ 2019માં અવસાન થયું હતું. 8 મેના રોજ હૃતિકની માતા પિંકી રોશને સોશિયલ મીડિયા પર પદ્મા રાનીના કેટલાક ફોટા શેર કર્યા હતા, જેમાં તે તેને કેક ખવડાવતી જોવા મળી હતી. પિંકીએ ફોટોના કેપ્શનમાં લખ્યું, “માતાઓ ખાસ હોય છે. લવ યુ મમ્મી.”

કહેવાય છે કે પતિના અવસાન બાદ પદ્મા રાનીની તબિયત બગડવા લાગી અને છેલ્લા બે વર્ષથી તે સંપૂર્ણપણે પથારી પર હતી અને રોશન પરિવાર સાથે રહેતી હતી. પિંકીએ 22 એપ્રિલ 2022ના રોજ તેની માતાનો એક ફોટો પણ શેર કર્યો હતો, જેના કેપ્શનમાં તેણે લખ્યું હતું, “લવ યુ મમ્મી, બિનશરતી પ્રેમ આપવા બદલ. મારા સૌથી ખાસ લોકો મમ્મી અને પપ્પા.”

પિંકી રોશને 24 જાન્યુઆરી 2022ના રોજ તેના માતા-પિતાનો ફોટો શેર કર્યો હતો. આ દ્વારા પિતા જે. ઓમપ્રકાશ મહેરાની જન્મજયંતિ પર તેમને યાદ કરવામાં આવ્યા હતા. અભિનેતા હૃતિક રોશને તેમના નાનાજીનો 92મો જન્મદિવસ આખા પરિવાર સાથે ખુબ જ ધામધૂમથી ઉજવ્યો હતો, જેની તસવીરો શેર કરીને તેણે તેના ના માટે એક પ્રેમ ભરેલી નોટ પણ લખી હતી.

ઓક્ટોબર 2021નો આ ફોટો જોતા જાણવા મળે છે કે તે સમયે પણ પદ્મા રાનીને ચાલવામાં તકલીફ પડતી હતી. તેઓને હાથથી ખોરાક પણ ખવડાવવો પડતો હતો. પદ્મા રાનીના પતિ જે ઓમપ્રકાશ વિશે વાત કરીએ તો તેઓ જાણીતા નિર્માતા અને દિગ્દર્શક હતા. તેમણે દિગ્દર્શક તરીકેની શરૂઆત ફિલ્મ આપ કી કસમથી કરી હતી.

આ તસવીરો પિંકી રોશનના 68માં જન્મદિવસની છે. આ દરમિયાન તેમને આશીર્વાદ આપતાં તેમની માતા પદ્મા રાનીની આંખો ભીની થઈ ગઈ હતી. આ તસવીરો શેર કરતાં પિંકીએ સોશિયલ મીડિયા પર લખ્યું, “જ્યારે હું 68 વર્ષની થઈ ત્યારે માતાની લાગણીઓ છલકાઈ જાય છે. માતા હું તમારા આશીર્વાદ સાથે મારા દિવસની શરૂઆત કરું છું. લવ યુ મમ્મી અને ડેડી.”

3 ઓગસ્ટ 2021ની આ તસવીર ખરેખર કોઈના પણ દિલને પીગળવા માટે પૂરતી છે. ફોટામાં માતા અને પુત્રી વચ્ચેનો પ્રેમ ખૂબ જ સારી રીતે જોઈ શકાય છે. તેમણે 16 જૂનના રોજ એટલે કે આજે લગભગ ત્રણ વાગ્યે ઊંઘમાં જ અંતિમ શ્વાસ લીધા હતા અને મુંબઈના વિલે પાર્લે સ્મશાનગૃહમાં સવારે 10.30 વાગ્યે પદ્મા રાનીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Niraj Patel