OYOના ફાઉન્ડર રિતેશ અગ્રવાલના રિસેપશનમાં પહોંચ્યા દિગ્ગજો, Paytm અને ફ્લિપકાર્ટના CEO પણ થયા સામેલ.. જુઓ તસવીરો

થઇ ગયા OYO ના માલિકના લગ્ન રિતેશ અગ્રવાલના લગ્ન, પહોંચ્યા ઘણા બધા બિઝનેસ ટાયકૂન, જુઓ તસવીરો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના માહોલ વચ્ચે સામાન્ય માણસની સાથે સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. તો ઘણા ઉદ્યોગપતિઓના ઘરે પણ લગ્નની શરણાઈઓ ગુંજતી જોવા મળી રહી છે. એવામાં જ એક લગ્ન ખુબ જ ચર્ચામાં આવ્યા. જે લગ્ન હતા OYOના ફાઉન્ડર રિતેશ અગ્રવાલના. રિતેશ અગ્રવાલે લગ્ન બાદ ભવ્ય રિસેપશનનું આયોજન કર્યું હતું. જેમાં દેશ અને દુનિયાના ઘણા બધા દિગ્ગજોએ હાજરી આપી.

રિતેશ અગ્રવાલે દિલ્હીની એક હોટલમાં રિસેપ્શન પાર્ટીનું ભવ્ય આયોજન કર્યું હતું. જેમાં સોફ્ટબેંકના ચીફ માસોયોશી સોન સહિત ઘણા કોર્પોરેટ દિગ્ગજોએ હાજરી આપી હતી. 29 વર્ષીય એન્ટરપ્રિન્યોર લગ્નની તસવીરો સામે આવી છે, જેમાં તે સોફ્ટબેંકના ચીફ માસોયોશી સોનના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેતો જોવા મળે છે.

રિતેશના લગ્નમાં કોર્પોરેટ નેતાઓ ઉપરાંત ઘણા રાજનેતાઓએ પણ હાજરી આપી હતી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે સોશિયલ મીડિયા પર રિતેશ અગ્રવાલ અને તેની પત્નીને લગ્ન માટે અભિનંદન આપતા તસવીરો શેર કરી છે. ઓયોના સ્થાપકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. ગયા મહિને તે તેની માતા અને મંગેતર સાથે પીએમ આવાસ પર પહોંચ્યો હતો અને તેમને લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું.

લગ્નમાં Paytmના માલિક વિજય શેખર શર્મા, લેન્સકાર્ટના પીયૂષ બંસલ અને ફ્લિપકાર્ટના સીઈઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિ પણ હાજર હતા. વિજય શેખર શર્માએ પણ લગ્નની તસવીરો ટ્વીટ કરી છે. તેમણે લખ્યું, “આજનો સંપૂર્ણ આનંદ લીધો. માશા હસે છે. તેઓ ખુશ છે અને તેમની ભારત મુલાકાતનો આનંદ માણી રહ્યા છે.

રિતેશ અગ્રવાલનો જન્મ ઓડિશાના મારવાડી પરિવારમાં થયો હતો. 2011માં તે અભ્યાસ માટે દિલ્હી આવ્યો હતો. બે વર્ષ પછી તેણે કોલેજ છોડી દીધી અને થેલે ફેલોશિપ પ્રોગ્રામનો ભાગ બન્યો. આ પ્રોગ્રામ હેઠળ, તેણે $100,000ની ફેલોશિપ જીતી હતી, જેનો ઉપયોગ તેણે મે 2013માં OYO લોન્ચ કરવા માટે કર્યો હતો.

Niraj Patel