ગુજરાતમાં અહીં સિરામિક એસોસિએશને 3 કરોડના ખર્ચે 1000 સિલિન્ડર રિફિલ થઈ શકે તેવો ઓક્સિજન પ્લાન્ટ ઊભો કર્યો

સમગ્ર રાજયમાં કોરોના મહામારી હાલ હાહાકાર વર્તાવી રહી છે તેવામાં ઘણા રાજયોમાં ઓક્સિજન અને બેડની અછત સર્જાઇ રહી છે. ત્યારે મોરબીમાં સિરામિક એસોસિએશન દ્વારા માત્ર છ થી સાત દિવસમાં જ દરરોજ 1000 સિલિન્ડર રિફિલ થઈ શકે તેવો ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરી દીધો છે, જો કે કેન્દ્ર સરકાર આ માટે જરૂરી લિકવિડનો ક્વોટા સત્વરે મંજુર કરે તો મોરબી ઉપરાંત અન્ય જિલ્લાને પણ ઓક્સિજન મળી શકે તેમ છે.

મોરબીમાં દૈનિક 65 ટન ઓકિસજન ઉત્પાદન કરી શકે તે માટે કામગીરી હાથ ધરી હતી. આ પ્લાન્ટ શરૂ થતાની સાથે દૈનિક 1000 સિલિન્ડર રીફીલિંગ થઈ શકશે. જેથી ઓક્સિજન માટે બીજા જિલ્લા પર નિર્ભર રહેવું નહિ પડે. હાલમાં મોરબીની 6 ટન જ ઓક્સિજન મળી રહ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

મોરબીના ઉદ્યોગકારોએ માત્ર ગણતરીના દિવસોમાં જ ત્રણ કરોડના ખર્ચે ઓક્સિજન ટેન્ક અને રીફીલીંગ સિસ્ટમ ઊભી કરી દીધી છે જેમાં 65 ટન સ્ટોરેજ કેપેસિટીની ટેન્ક છે પરંતુ લિક્વિડ ઓક્સિજનનો મળતો નથી આ બાબતે રાજ્ય સરકાર અને નેતાઓને પણ રજૂઆત કરી છે તેમ છતાં પણ કોઈ લીકવીડ ઓક્સિજન ક્યારે મળશે તે કહેવા તૈયાર નથી.

Shah Jina