પાકિસ્તાનના રસ્તાઓ ઉપર દોડી રહ્યું હતું શાહમૃગ, લોકોને જોઈને વિશ્વાસ ના આવ્યો, બોલ્યા “પાકિસ્તાનમાં કંઈપણ થઇ શકે છે !”

સોશિયલ મીડિયા આજે એવું પ્લેટફોર્મ બની ગયું છે,  દુનિયાના કોઈપણ ખૂણામાં બેસીને કોઈપણ દેશની ઘટના વિશે  જાણી શકાય છે, ત્યારે સોશિયલ મીડીયામા આવી ઘટનાઓના ઘણા વીડિયો પબ વાયરલ થઇ જતા હોય છે.  હાલ સોશિયલ મીડિયામાં પાકિસ્તાનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં પાકિસ્તાનના રસ્તા ઉપર શાહમૃગ દોડતું દેખાઈ રહ્યું છે.

દુનિયાનું સૌથી મોટું પક્ષી શાહમૃગ પાકિસ્તાનના લાહૌરના રસ્તાઓ ઉપર દોડતું નજર આવ્યું હતું. જેને જોયા બાદ લોકોએ તેના વીડિયો  બનાવવાના શરૂ કરી દીધા. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થવાની સાથે જ લોકોને પણ વિશ્વાસ ના આવ્યો કે આ ખરેખર શાહમૃગ છે કે કેમ ? પરંતુ વીડિયો જોયા બાદ તેમનું હસવું પણ રોકાઈ રહ્યું નહોતું.

વાયરલ થઇ રહેલા વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર ઉપર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોની અંદર તમે જોઈ શકો છો કે એક શાહમૃગ રસ્તા ઉપર લોકોની વચ્ચે ફૂલ સ્પીડમાં દોડી રહ્યું છે. આજુ બાજુથી પસાર થઇ રહેલા લોકો પણ તેને હેરાની સાથે જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ તેને જોઈને હેરાન છે. કોઈ સમજી જ નથી શકતું કે આખરે શાહમૃગ લાહૌરના રસ્તા ઉપર પહોંચ્યું કેવી રીતે ?

વાયરલ વીડિયોને જોઈને ઘણા લોકો અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે, ઘણા લોકોનું કહેવું છે કે આ કદાચ પ્રાણી સંગ્રહાલય માંથી ભાગી ગયું હશે, તો કોઈ એમ પણ કહી રહ્યું છે કે આ કોઈનું પાલતુ શાહમૃગ હશે. જો કે આ લાહોરના રસ્તા ઉપર કેવી રીતે આવ્યું તેની કોઈ માહિતી મળી નથી પરંતુ આ વીડિયોને લાખો લોકોએ નિહાળ્યો છે અને લોકો હસી પણ રહ્યા છે.

Niraj Patel