શા કારણે છે ઓરી પાછળ છોકરીઓ પાગલ ? બિગબોસમાં ખુલ્યા તેના રહસ્ય, 5 તો મેનેજર રાખે છે, એક ફોટો પોસ્ટ કરવાના લે છે એટલા લાખ કે… જુઓ

9 લાખ 80 હજારનું ઘડિયાળ, દોઢ લાખના શૂઝ અને 5 મેનેજર રાખે છે ઓરી, લકઝરી લાઈફ જોઈને સલમાન ખાનને પણ આવી ગઈ શરમ

Orry luxury lifestyle : શોબિઝ જગતની દરેક પાર્ટીમાં ચમકનાર ઓરહાન અવતારમણિ ઉર્ફે ઓરી ‘બિગ બોસ 17’નો ભાગ બની ગયો છે. ‘શનિવાર કા વાર’માં, શોના હોસ્ટ સલમાન ખાને ઓરીને વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે રજૂ  કર્યો હતો. ફિલ્મ ઉદ્યોગમાં ન હોવા છતાં, ઓરી ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે કારણ કે તે મનોરંજન જગતની ઘણી મોટી હસ્તીઓ સાથે પાર્ટી કરતો જોવા મળ્યો છે. આ ઉપરાંત ઓરીએ શોમાં પ્રવેશતાની સાથે જ પોતાના વિશે એક મોટો ખુલાસો કર્યો છે, જેની સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચા થઈ રહી છે.

બિગબોસમાં થઇ હતી ઓરીની એન્ટ્રી :

ઓરી હાલમાં જ  સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવેલા રિયાલિટી શો બિગ બોસ 17માં જોવા મળ્યો હતો. આ શોમાં તેણે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી હતી. પરંતુ માત્ર 2 દિવસ બાદ તેને બિગ બોસમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ઓરી, જે દરેક પાર્ટીમાં છવાઈ જાય છે તે કોઈ સેલેબથી ઓછા નથી. એટલા માટે તેઓ પાર્ટીઓ અને ઈવેન્ટ્સમાં હાજરી આપવા માટે પણ મોટી ફી વસૂલે છે.

પાર્ટીઓની શાન છે ઓરી :

આ શોના એક વીડિયોમાં ઓરી કહે છે કે આખી દુનિયા જાણવા માંગે છે કે હું શું કામ કરું છું, તમને જણાવી દઉં કે હું ઘણું કામ કરું છું. હું સૂરજની સાથે જ સવારે જાગું છું અને રાત્રે ચંદ્ર સાથે સુઈ જાઉં છું. ઓરીનો આ જવાબ સાંભળીને સલમાન પણ ખૂબ હસવા લાગે છે. તે જ સમયે, સલમાન કહે છે કે લોકો એ પણ જાણવા માંગે છે કે તમને પાર્ટીમાં જવા માટે પૈસા મળે છે કે નહીં, આ સાંભળીને ઓરી કહે છે કે મને પૈસા નથી મળતા, લોકો મારા મેનેજરને ફોન કરે છે અને પછી તે મને કહે છે. સલમાન કહે મેનેજર? આના પર ઓરી કહે છે કે હા, મારી પાસે 5 મેનેજર છે.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)

વૈભવી જીવન જીવે છે :

‘બિગ બોસ’માં જ ઓરીએ કહ્યું હતું કે ઓરી કોઈપણ પ્રાઈવેટ ઈવેન્ટમાં જવા માટે લાખો રૂપિયા લે છે. ‘બિગ બોસ’માં સલમાન ખાન સાથે વાત કરતી વખતે ઓરીએ કહ્યું કે તે પાર્ટીમાં જવા માટે 20-30 લાખ રૂપિયા લે છે. સેલેબ્સને તેમની પાર્ટીઓમાં આવવું ગમે છે. તે માને છે કે પાર્ટીમાં આવીને તે તેની સુંદરતામાં વધારો કરે છે. તેથી જ તેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ઓરી ખૂબ જ વૈભવી જીવન જીવે છે. તે શોમાં પોતાની સાથે ઘણી બધી વસ્તુઓ પણ લાવ્યા છે. તાજેતરમાં, ઓરીએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વિડિયોમાં જણાવ્યું હતું કે તેની પાસે 9 લાખ 80 હજાર રૂપિયાની ઘડિયાળથી લઈને 1.5 લાખ રૂપિયાના સુધીના શૂઝ છે.

 

View this post on Instagram

 

A post shared by Orhan Awatramani (@orry1)

Niraj Patel