કટ્ટરપંથી વિચારધારા ધરાવતા મોલવીને દિલ્હીથી ઝડપીને અમદાવાદ ઢસડી લાવી ATS ટિમ, હવે થયો એક મોટો ખુલાસો

અમદાવાદના ધંધૂકામાં માલધારી સમાજના યુવાન કિશન ભરવાડ પર જાહેરમાં ગોળી ધરબીને મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ કેસના તાર છેક દિલ્લી સુધી પહોંચ્યા છે. ત્યારે Gujarat ATS એ છેક દિલ્હીથી મૌલવી કમરગની ઉસ્માનીને પકડી પાડ્યો અને આજે રવિવારે અમદાવાદ એટીએસની ઓફિસ ખાલે લવાયો હતો.

ત્યારબાદ આ અંગે એસપી આઈજી શેખ દ્વારા પ્રેશ કોન્ફરન્સ કરીને કેસ અંગે માહિતી આપવામાં આવી હતી. હત્યા કેસમાં ગુજરાત ATSએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે, મૌલાના કમરગનીએ છેલ્લા 6 મહિનામાં ગુજરાતના અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી હતી. હત્યાના ષડયંત્રમાં વધુ મૌલવીઓના નામ આવી શકે છે. હજુ કમરગનીની વધુ પૂછપરછ કરાશે. કટ્ટરવાદી વિચારધારા ધરાવતાં મૌલાના કમરગની ઉશ્કેરણીજનક ભાષણો આપે છે.

અમદાવાદના ધંધુકામાં માલધારી સમાજના કિશનની હત્યાનો મામલો સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ હવે તો આ મુદ્દાએ આખા દેશમાં ભારે ચર્ચા જગાવી દીધી છે. ત્યારે આ ઘટનાના પડઘા છેક હવે બોલીવુડ સુધી પહોંચી ગયા છે. હમણાં જ આ મેટરમાં અભિનેત્રી કંગના રનૌતે ફેસબુક પર પોસ્ટ મૂકીને પ્રતિક્રિયા આપી છે.

જેમાં કંગનાએ FB પોસ્ટ કરીને જણાવ્યું કે, ‘કિશનની હત્યા મૌલવી દ્વારા આયોજનબદ્ધ રીતે કરવામાં આવી છે. કિશન દેશની આઝાદી માટે મૃત્યુ પામ્યો છે. જેથી કિશનની પત્નીને પેન્શન મળવું જોઈએ.’ બૉલીવુડ એક્ટ્રેસ કંગનાએ જણાવ્યું કે, ‘FB પોસ્ટ પર કિશન ભરવાડના ખૂનની મેટર યોજના એક મસ્જિદ અને મૌલવી દ્વારા કરવામાં આવી હતી,

કારણ કે તેને લાગ્યું કે ભગવાનને તેની પોસ્ટ પસંદ નથી. ગોડના નામ પર ખૂન થતા બંધ થવી જોઈએ, આપણે કોઈ મધ્યમ યુગમાં નથી જીવતા અને ભારત સરકારે આવી હત્યાઓ સામે કડક પગલાં લેવાની જરૂર છે. કિશન હજુ તો માંડ 27 વર્ષનો હતો અને તેને બે મહિનાની દીકરી છે,

તેની પોસ્ટ દૂર કરવા અને માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું, તેમ છતાં તેને 4 માણસોએ નિર્દયતાથી મારી નાખ્યો. તે શહીદથી ઓછો નથી. તે દરેકની આઝાદી માટે મૃત્યુ પામ્યો છે. આ એવાં લોકો છે કે જે આ દેશને અફઘાનિસ્તાન બનતા રોકી રહ્યાં છે. તેની વિધવા પત્નીને પેન્શન મળવું જોઈએ, ઓમ શાંતિ…’

ગુજરાત ATSના અધિકારી આઈજી શેખે જણાવ્યું છે કે, ધંધૂકાના કિશન ભરવાડ કેસ બાબતે દિલ્હીના મૌલવી કરમગની ઉસ્માનીને પકડીને અમદાવાદ લવાયો છે. તેની પૂછપરછ ચાલી રહી છે. મૌલવી કમરગની કટ્ટરપંથી વિચારધારા ધરાવે છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

તે મોહમ્બ પયગંર વિરુદ્ધ અપમાન જનક શબ્દો ઉચ્ચારનાર સામે કડક કાર્યવાહી કરે છે. અને આ અગાઉ પણ તેની સામે કાર્યવાહી પણ થઈ હતી.મૌલવી કમરગની એક સંગઠન ચલાવે છે અને જે સામાજિક કાર્યો સહિત પયગંબર સામે થતી ટિપ્પણીઓ કરનાર સામે કાર્યવાહી કરવાનું પણ કામ કરે છે. તે પોતાના સંગઠનના કામ કેટલી વખાણ ગુજરાત રાજ્ય પણ આવ્યો હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું છે.

દિલ્હીનો આ મૌલાના કિશન ભરવાડ હત્યા કેસમાં આરોપી હોય શકે છે. મૌલાનાનું પૂછપરછમાં ખુલાસો થયો છે કે અન્ય મૌલવી અયુબે પોરબંદરના યુવકની હત્યાનું કાવતરૂ રચ્યું હતું. ગયા મે મહિના 2021માં સાજન આડેદરાની હત્યા માટે રચ્યું કાવતરૂ રચ્યું હતું. અયુબ અને સબ્બિર હત્યા માટે પોરબંદર ગયા હતા. જામીન મળ્યા બાદ સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હતું.

YC