આ ઉંમરમાં પણ દાદીમાએ ડાન્સ ફ્લોર પર લગાવી દીધી આગ, એવો ધાંસુ ડાન્સ કર્યો કે જુવાનિયા પણ શરમાઈ ગયા, જુઓ વીડિયો

ઢોલના ધમકારે પંજાબી ગીતો પર આ દાદીમાએ કર્યો એવો જબરદસ્ત ડાન્સ કે લોકો આંખો ફાડી ફાડીને જોતા જ રહી ગયા, જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે જે લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચતા હોય છે, ઘણા ડાન્સ વીડિયો પણ ઇન્ટરનેટ પર વાયરલ થતા હોય છે જેમાં કેટલાક લોકોના અવનવા ડાન્સ જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ત્યારે ઘણા વૃદ્ધ લોકોને ડાન્સ કરતા વીડિયો પણ વાયરલ થતા હોય છે. ત્યારે હાલ એવા જ એક દાદીનો ડાન્સ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

તમે લગ્નની અંદર ઘણા લોકોને ડાન્સ કરતા જોયા હશે, જેમાં કેટલાક લોકો ખુબ જ વિચિત્ર રીતે પણ ડાન્સ કરતા હોય છે, પરંતુ હાલ વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એક મોટી ઉંમરના દાદી જે રીતે ડાન્સ કરે છે એ જોઈને તમે પણ તેમના દીવાના ચોક્કસ બની જશો. કારણ કે આ ઉંમરમાં આવો ડાન્સ કરવું એ ખરેખર પ્રસંશાને પાત્ર છે.

વીડિયોમાં એક વૃદ્ધ મહિલા પંજાબી ગીત ‘ઢોલ જાગીરો દા’ની ધૂન પર ડાન્સ કરતી જોવા મળે છે. આ ગીત પર જબરદસ્ત ડ્રમ અને દાદીમાનું ડાન્સ બંને અદ્ભુત છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપતા રોકી શક્યા નથી.

 

View this post on Instagram

 

A post shared by Shail Sharma (@shailarmy)

ઘણા લોકો આ ઉંમરે પણ દાદીમાની ભાવના જોઈને વખાણના પુલ બાંધે છે. વૃદ્ધ દાદીનપ ડાન્સ અને ઉત્સાહ જોઈને દરેક લોકો તેના ફેન બની રહ્યા છે. લગ્નને લગતા આવા વિડિયો લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. દાદીમાએ પોતાના ડાન્સ દ્વારા આ લગ્નમાં માહોલ બનાવી દીધો હતો. અત્યર સુધી આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel