139 વર્ષ જૂનું ઘર રસ્તા પર ચાલતું જોવા મળ્યુ, નજારો જોઇ હેરાન રહી ગયા લોકો
શું તમે કયારેય પણ કોઇ ઘરને રસ્તા પર ચાલતા જોયુ છે ? તમે વિચારી પણ નહિ શકો કે ઘર કેવી રીતે ચાલી શકે. પરંતુુ રસ્તા પર ઘર ચાલવાની ઘટનાનો વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

સૈન ફ્રાંસિસ્કોમાં એ સમયે આશ્ચર્યજનક સ્થિતિ પેદા થઇ ગઇ જયારે એક ઘરને ક્રેન અને ટ્રકની મદદથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યુ. 139 વર્ષ જૂના આ ઘરને ક્રેન અને ટ્રકની મદદથી લઇ જવામાં આવ્યુ અને આ અજીબો ગરીબ ઘટનાનો વીડિયો ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો.

21 ફેબ્રુઆરીએ પૂરી તૈયારી સાથે એક ઘરને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફટ કરવામાં આવ્યું. આ ઘર 139 વર્ષ જૂનુ છે. પરંતુ કોઇ કારણસર તેને શિફટ કરવામાં આવ્યુ હતું.
પહેલા આ ઘર 807 ફ્રેન્કલિન એસટીમાં હતુ અને 139 વર્ષ જૂનુ આ ઘર જયાં હતુ તે વિસ્તારમાં ડેવલોપમેન્ટ વર્ક માટે તોડવાનો હતો પરંતુ મકાન માલિકે ઘરને તોડવાની જગ્યાએ તેને શિફટ કરવાનો નિર્ણય કર્યો.

સ્થાનિક લોકોએ મીડિયાકર્મી સાથે વાત કરતા કહ્યુ કે, 7 બેડરૂમવાળા આ મકાનને શિફટ કરવું એ મોટી અને આશ્ચર્યજનક વાત છે.
વિડિયો ઇન્ટરનેટ પર વધુને વધુ વાયરલ થઇ રહ્યો છે અને લોકોએ આ વીડિયો પર આશ્ચર્યજનક પ્રતિક્રિયાઓ પણ આપી છે. ઘણા લોકોએ ઘરને જુદા જુદા ખૂણાથી રેકોર્ડ કર્યા. કોઈએ તેને ફિલ્મના દ્રશ્ય ગણાવ્યા છે અને કોઈએ તેને એક મહાન વિડિઓ કહ્યો છે. આ ઘર એન્ગલર હાઉસ તરીકે ઓળખાય છે. આ ઘરને બીજી જગ્યાએ શિફ્ટ થવા માટે 6 કલાકનો સમય લાગ્યો હતો.
તમે પણ જુઓ આ ઘટનાનો વાયરલ થયેલ વીડિયો…
6-bedroom, 3-bath Victorian – approximately 80 feet in length. 139-years-old built w/ tight grain & lumber from 800-year-old trees. She’s moving 6 blocks from Franklin to Fulton down a one-way street the opposite direction.
The terrestrial equivalent of the Mars rover landing! pic.twitter.com/OjJ8FhZzoB
— Anthony Venida (@AnthonyVenida) February 21, 2021