આ દાદા એવી રીતે ધાંસુ અંદાજમાં બાઈક ચલાવી રહ્યા છે કે જોઈને આજના યુવાનો પણ શરમથી પાણી ભરતા થઇ જશે, જુઓ વીડિયો

તમે ફિલ્મોમાં ઘણા પ્રકારના સ્ટંટ જોયા જ હશે, પરંતુ વાસ્તવિક જીવનમાં બાઇક પર સ્ટંટ કરવા ખતરનાક સાબિત થઈ શકે છે.  આજે ઘણા યુવાનો બાઈક ઉપર સ્ટન્ટ કરતા હોવા મળે છે અને તેમના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે ત્યારે હાલ આવો જ એક વીડિયો આજકાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો જોઈને તમને પણ નવાઈ લાગશે. આ વાયરલ વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ મોટરસાઈકલ પર અદ્ભુત પરાક્રમ કરતા જોવા મળે છે. તેમનો ઉત્સાહ જોઈને લોકોના મોં ખુલ્લા રહી ગયા છે. વીડિયોમાં એક દાદા સફેદ કુર્તા-પાયજામામાં અને ગળામાં શાલ લપેટીને મોટરસાઇકલ ચલાવતા જોઈ શકાય છે.

આ દાદાની બાઇક ચલાવવાની સ્ટાઈલ ખૂબ જ વિચિત્ર છે, જેના કારણે આ વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દાદા ચાલતી બાઇકનું હેન્ડલ છોડીને, બંને હાથને બલ્લે બલ્લે સ્ટાઈલમાં હવામાં ઉંચા કરીને વારંવાર સીટ પર ઊભો થઈ રહ્યા છે. અંતે તે બાઇકની સીટ પર સૂઈ જાય છે. લોકો પણ તેમને જોઈને ચોંકી જાય છે કે ભાઈ, આટલી ઉંમરમાં હિંમત અને ચપળતા કેવી રીતે?

 

View this post on Instagram

 

A post shared by memes | news | comedy (@ghantaa)

ઘણા લોકોને આ વીડિયો હેરણીમાં નાખી રહ્યો છે, તો ઘણા લોકોને આ દાદાનો અંદાજ અને તેમની ચુસ્તી સ્ફૂર્તિ પણ ખુબ જ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને લાખો વાર જોવામાં આવ્યો છે. અને હજારો લોકો આ વીડિયોને જોઈને કોમેન્ટ પણ કરી રહ્યા છે. તમને પણ આ વીડિયો ખુબ જ પસંદ આવશે. જો કે આવા કોઈ સ્ટન્ટને ગુજ્જુરોક્સ સમર્થન નથી કરતું.

Niraj Patel