વાયરલ

આજની પેઢી શું જાણે રાજદૂતનો પ્રેમ…યુવકે જુના રાજદૂતની ખાસિયત જણાવતો બનાવ્યો વીડિયો..જોઈને લોકો પણ રહી ગયા હેરાન..જુઓ શું કહ્યું…

“એકમાત્ર એવી બાઈક જે પેટ્રોલ, ડીઝલ, ઘાસલેટ કંઈપણ નાખો ચાલુ થાય…” જુઓ વાયરલ થઇ રહેલા રાજદૂત બાઇકના વીડિયોની અનેરી ખાસિયતો

આજના સમયમાં બજારની અંદર અલગ અલગ કંપનીના ઘણા બધા બાઈક મળે છે. દરેક બાઈકની એક આગવી ખાસિયત હોય છે અને એમાં પણ સ્પોર્ટ્સ બાઈકની તો આજની પેઢી દીવાની છે. તેમાં પણ રોયલ ઈન ફિલ્ડનો તો એક અલગ ચાહકવર્ગ છે. પરંતુ પહેલાના સમયમાં બાઇકના વિકલ્પ બહુ ઓછા હતા અને ત્યારે જે બાઈક અને સ્કૂટર આવતા તે મજબૂત અને ટકાઉ પણ હતા.

ત્યારે એ સમયે એવું જ એક બાઈક રાજદૂત પણ માર્કેટમાં ખુબ જ ચર્ચાતું હતું. જેની પાસે રાજદૂત બાઈક હોય તેનો રૂતબો જ અલગ હતો. પરંતુ આજે રાજદૂત માર્કેટમાં જોવા નથી મળતા ત્યારે આજની પેઢીને રાજદૂત વિશે વધારે માહિતી પણ નહીં હોય. આવા સમયે એક યુવકે રાજદૂતની ખાસિયત જણાવતો એક વીડિયો શેર કર્યો છે જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

યુવક વીડિયોમાં રાજદૂતની પાછળ બેસીને જણાવી રહ્યો છે કે “એક એવા જમાનાની ગાડી જેનું નામ બધા જ ભાભલાઓના મોઢે હોય હોય અને હોય જ. ગાડીનો અવાજ એક નંબર હોય છે અને તેમાં પણ ભુંગરી કાઢી નાખી હોય અને કિક મારે ત્યારે તણંગ તંગ તંગ તંગ….. દૂધ વેચવામાંય રાજદૂત, ખેતીમાંય રાજદૂત..” યુવકે આગળ પણ રાજદૂતના ઘણા વખાણ કર્યા.

આગળ તેણે એમ પણ જણાવ્યું કે આ ગાડીમાં કિક તમારે શાંતિથી મારવી પડે, બીજી ગાડીઓની જેમ ભૂમ ભૂમ કરીને ચાલુ ના કરાય” યુવક એમ પણ કહી રહ્યો છે કે આ એકમાત્ર એવી ગાડી છે જેમાં પેટ્રોલ, ડીઝલ, ઘાસલેટ કંઈપણ નાખો ચાલુ થાય. પણ નાના છોકરાની જેમ તેને ફોસલાવું પડે.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ ઉપરાંત પણ આ યુવક રાજદૂતની ગણી બધી ખાસિયત જણાવી રહ્યો છે જેને સાંભળીને લોકો પણ હેરાન રહી ગયા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર સામે આવતા જ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. તેના આ વીડિયોને અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા પર લાખો લોકો જોઈ ચુક્યા છે અને લાઈક પણ કરી ચૂક્યા છે.