1 એપ્રિલથી મોદી સરકાર બદલી શકે છે, નોકરી કરતા લોકો માટે આ નિયમ, જાણો શું થશે ફાયદો અને શું છે નુકશાન

નોકરી વાળા કરોડો લોકો માટે આવી ગયા ચોંકાવનારા સમાચાર, પહેલી એપ્રિલથી ઘણું બદલાશે જશે, જાણો નવા નિયમો

મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ ઘણા બધા નિયમોમાં બદલાવ કરતી આવી છે ત્યારે હવે એક મહત્વના બદલાવ તરફ પણ 1 એપ્રિલથી આગળ વધવા જઈ રહી છે. મોદી સરકાર શરમ કાનૂનના નિયમોમાં મોટા બદલાવ કરવાની તૈયારીમાં છે. તમને જણાવી દઈએ કે 1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થશે, તેની સાથે જ દેશમાં શરમ કાનૂનોમાં પણ બદલાવ લાવવામાં આવશે.

Image Source

નવા નિયમો પ્રમાણે જો નક્કી કરવામાં આવેલા કલાકથી કર્મચારી 15 મિનિટથી વધારે કામ કરે છે તો તેને ઓવરટાઈમ માનીને કર્મચારીને ઓટી પેમેન્ટ કરવાનું રહેશે. સાથે જ કંપનીએ પોતાના કર્મચારીઓને આપવામાં CTCએટલે કે કામના બદલમાં કંપની તમને કે કુલ પૈસા આપે છે તેમાં પણ બદલાવ કરવા પડશે.

Image Source

આ ઉપરાંત 1 એપ્રિલ 2021થી તમારી ગ્રેચ્યુટી, પીએફ અને કામના કલાકમાં પણ મોટો બદલાવ જોવા મળી શકે છે. કર્મચારીઓને ગ્રેચ્યુટી અને ભવિષ્ય નિધિ (પીએફ)માં વધારો થશે. તો હાથમાં આવનારા પૈસા ઘટશે. અહીંયા સુધી કે કંપનીની બેલેન્સ સીટ પણ પ્રભાવિત થશે. જેના કારણે ગયા વર્ષે સંસદમાં પાસ કરવામાં આવેલ ત્રણ મજુર સંહિતા વિધેયક આ વિધાયકોને આ વર્ષે 1 એપ્રિલથી લાગુ થવાની સંભાવના છે.

Image Source

1. પગારમાં થઇ શકે છે બદલાવ:
મજૂરીની નવી પરિભાષા અંતર્ગત ભથ્થું કુલ પગારના વધારેમાં 50 ટકા હશે. જેનો મતલબ છે કે મૂળ વેતન (સરકારી નોકરીમાં મૂળ વેતન અને મોંઘવારી ભથ્થું) એપ્રિલના કુલ વેતનના 50 ટકા અથવા વધારે હોવું જોઈએ. ઉલ્લેખનીય છે કે દેશના 73 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ પ્રકારે શરમ કાનૂનમાં બદલાવ કરવામાં આવી રહ્યા છે.

2. પગાર ઘટશે પરંતુ પીએફ વધશે:
નવા ડ્રાફ્ટ રુલ અનુસાર મૂળ વેતન કુલ વેતનનું 50 ટકા અથવા વધારે હોવું જોઈએ. જેનાથી કર્મચારીઓની વેતન સંરચના બદલાશે. કારણ કે વેતનનું ગેર ભથ્થું વાળો ભાગ સામાન્ય રીતે કુલ વેતનના 50 ટકાથી ઓછો હોય છે. તો કુલ વેતનમાં ભથ્થાનો ભાગ પણ વધારે હોય છે. મૂળ વેતન વધવાના કારણે તમારું પીએફ પણ વધશે. પીએફ મૂળ વેતન ઉપર આધારિત હોય છે. મૂળ વેતન વધવાના કારણે પીએફમાં વધારો થશે. જેનો મતલબ છે કે ટેક હોમ કે જે હાથમાં પગાર આવશે તેના વેતનમાં કપાત જોવા મળશે.

Image Source

3. રિટાયરમેન્ટની રાશિમાં થશે વધારો:
ગ્રેચ્યુટી અને પીએફમાં યોગદાન વધવાના કારણે રિટાયરમેન્ટ બાદ મળવા વળી રાશિમાં વધારો થશે. જેના કારણે લોકોને રિટાયરમેન્ટ બાદ સુખી જીવન જીવવમાં સરળતા રહેશે. પીએફ અને ગ્રેચ્યુટી વધવાના કારણે કંપનીઓની લાગતમાં પણ વૃદ્ધિ થશે. કારણ કે તેમને કર્મચારીઓ માટે પીએફમાં વધારે યોગદાન આપવું પડશે. આ વસ્તુઓથી કંપનીની બેલેન્સ સીટ પણ પ્રભાવિત થશે.

Image Source

4. કામ માટે 12 કલાક કરવાનો પ્રસ્તાવ, ઓવર ટાઈમ માટે હશે અલગ નિયમ:
નવા ડ્રાફ્ટ કાનૂનમાં કામકાજના કલાકમાં વધારો કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. ઓએસએચ કોડના ડ્રાફ્ટ નિયમોમાં 15થી 30 મિનિટની વચ્ચે વધારેના કામકાજને પણ 30 મિનિટ ગણીને ઓવરટાઇમમાં સામેલ કરવાનું પ્રાવધાન છે. હાલના સમયમાં 30 મિનિટથી ઓછા સમયને ઓવરટાઈમ યોગ્ય નથી માનવામાં આવતો.

Image Source

5. કલાકથી વધારે કર્મચારીઓ નહીં કરે કામ:
ડ્રાફ્ટ નિયમોમાં કોઈપણ કર્મચારીને 5 કલાકથી વધારે કામ કરવાને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. કર્મચારીને દર પાંચ કલાક પછી અડધો કલાક વિશ્રામ આપવાનો પણ નિર્દેશ ડ્રાફ્ટ નિયમોમાં કરવામાં આવ્યો છે.

Niraj Patel