લગ્નમાંથી પરત ફરી રહેલી બસને નડ્યો અકસ્માત, આમને-સામને બે બસો ટકરાતા 10 લોકોના મોત અને 8 ઘાયલ…અકસ્માત બાદ લગ્નના ગીતોને બદલે ગવાયા મરશિયા

દર્દનાક રોડ અકસ્માત, લગ્નના ગીતોને બદલે ગવાયા મરશિયા, 2 બસોની ટક્કરમાં 10 લોકોના મોત, 8 ઘાયલ, PMએ જતાવ્યુ દુખ

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતની ઘટના સામે આવે છે. ત્યારે હાલમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી, જેમાં ઓડિશાના ગંજમ જિલ્લામાં બે બસો વચ્ચે સામસામે અથડામણમાં 10 જાનૈયાઓના મોત થયા છે અને આઠ લોકો ઘાયલ થયા છે. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી. બેરહામપુરના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે અકસ્માત અહીંથી લગભગ 35 કિમી દૂર બરહામપુર-તપ્તાપાની રોડ પર દિગપહાંડી વિસ્તાર પાસે રવિવારે મોડી રાત્રે થયો હતો,

જ્યારે લગ્નની જાન લઈ જતી બસ અન્ય ઓડિશા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (OSRTC) સાથે અથડાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા લોકો બેરહામપુરમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપીને દિગપહાંડી નજીક ખંડાદેઉલી પરત ફરી રહ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ અંગે વાત કરી હતી અને દુઃખ વ્યક્ત કર્યું તેમજ ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.

રાષ્ટ્રપતિ ભવને રાષ્ટ્રપતિ મુર્મુને ટાંકીને ટ્વીટ કર્યું, ‘ઓડિશાના ગંજમમાં એક માર્ગ અકસ્માતમાં જાનહાનિના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે. હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોના જલદી સાજા થાય તેવી કામના કરું છું. વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રીએ મૃતકોના નજીકના સંબંધીઓ માટે એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી.વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા ટ્વિટમાં મોદીએ કહ્યું કે, અત્યંત દુઃખદાયક છે. આમાં, હું તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી આપવામાં આવશે. તેમણે રાજ્યના નાણાપ્રધાનને અકસ્માત સ્થળે પહોંચવા જણાવ્યું હતું. બસ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોમાંથી કેટલાક અકસ્માત સ્થળે પહોંચેલા ભૂતપૂર્વ સાંસદ રેણુબાલા પ્રધાનના સંબંધીઓ હતા. પોલીસ અધિક્ષકે જણાવ્યું કે પોલીસકર્મીઓની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા.

ત્યાં અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “જીવ ગુમાવનારામાંથી સાતેક જેટલા લોકો તો એક જ પરિવારના હતા અને બાકીના તેમના સંબંધીઓ હતા. અધિકારીઓએ જણાવ્યું કે OSRTC બસ રાયગડાથી ભુવનેશ્વર જઈ રહી હતી, જ્યારે ખાનગી બસ જિલ્લાના ખંડાદેઉલી ગામમાંથી લગ્ન બાદ પરત ફરી રહી હતી. ઓડિશા સરકારે દરેક ઘાયલની સારવાર માટે 30,000 રૂપિયાની જાહેરાત કરી છે.

Shah Jina