પ્રેગ્નેટ નુસરત જહાંએ કરી મિત્રો સાથે કરી પાર્ટી, તસવીર જોઇ ટ્રોલર્સ બોલ્યા- કયો નશો કર્યો છે ?

પ્રેગ્નેંસીમાં હોટ સંસદે પાર્ટી કરતા ફેન્સ આવ્યા ટેંશનમાં, કહ્યું આંખોમાં દેખાઇ રહ્યો છે નશો ! જુઓ

બંગાળી અભિનેત્રી અને ટીએમસીની ચર્ચિત સાંસદ નુસરત જહાં આ દિવસોમાં તેના પ્રેગ્નેંસી પીરિયડને એન્જોય કરી રહી છે. આ વચ્ચે તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

નુસરતના ફોલોઅર્સ તેના સાથે જોડાયેલ બધી ડિટેલ જાણવા માટે એક્સાઇટેડ છે. આજ કારણ છે કે, નુસરત સાથે જોડાયેલ કોઇ પણ તસવીર અને વીડિયો ઇન્ટરનેટ પર આવતા જ ચર્ચામાં આવી જાય છે.

હાલમાં જ નુસરતની એક એવી તસવીર સામે આવી છે જેમાં નુસરત મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. આ તસવીરમાં તે તેની બે મિત્ર સાથે જોવા મળી રહી છે. પરંતુ અભિનેત્રી આ તસવીરને કારણે ટ્રોલર્સના નિશાના પર પણ આવી ગઇ છે.

નુસરતની ખાસ મિત્ર અને અભિનેત્રી તનુશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. તનુશ્રીએ આ તસવીર શેર કરતા કંઇ કેપ્શનમાં લખ્યુ નથી પરંતુ ત્રણ ઇમોજી બનાવ્યા છે.

તનુશ્રી દ્વારા શેર કરવામા આવેલી આ તસવીરને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ત્રણેયને એકસાથે જોઇ યુઝર્સ પોસ્ટ પર કમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. આ વચ્ચે નુસરતને ટ્રોલર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવી છે.

નુસરતને આ તસવીર પર ટ્રોલ કરતા એક યુઝરે લખ્યુ કે, કયો નશો કર્યો છે, ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ કે, આંખોમા નશો દેખાઇ રહ્યો છે. અનેક યુઝરે તેની આ તસવીર પણ કમેન્ટ કરી તેને નિશાના પર લીધી હતી.

નુસરત આ પહેલા પર ઘણીવાર સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરી ચૂકી છે. પરંતુ અભિનેત્રી તેને નજર અંદાજ કરવાનું પસંદ કરે છે.

નુસરતે થોડા જ સમય પહેલા તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી, જેમાં તેણે એક તસવીર શેર કરી હતી અને લખ્યુ હતુ કે, આ મિત્રોએ કેક મોકલી છે. નુસરત આ સમયે પ્રેગ્નેટ છે અને ચાહકો હવે તેના માતા બનવાની રાહ જોઇ રહ્યા છે.

તસવીરમાં જોઇ શકાય છે કે, સફેદ રંગની કેકને બ્લુ અને પિંક ક્રીમથી સજાવવામાં આવી છે. કેકના ટોપ પર એક નાનું બેનર પણ લગાવવામાં આવ્યુ છે. જેના પર લખવામાં આવ્યુ છે કે, છોકરો કે છોકરી. જયારે કેક સાથે નુસરતના મિત્રોના નામ સાથે થેંક યુ દીદી મેસેજ પણ હતો.

તમને જણાવી દઇએ કે, નુસરતની પર્સનલ લાઇફ છેલ્લા દિવસોમાં ઘણી ચર્ચામાં રહી હતી. તે તેના પતિ નિખિલ જૈનથી અલગ થઇ ચૂકી છે અને બંને વચ્ચે ઘણો તણાવ પણ ચાલી રહ્યો છે. નુસરતે એક નિવેદનમાં કહ્યુ હતુ કે, ભારતીય કાનૂન અનુસાર તેમના લગ્ન માન્ય નથી, આ એક લિવ ઇન રિલેશનશિપ છે. જેને કારણે તલાકનો તો કોઇ સવાલ જ નથી.

Shah Jina