નર્સની ઘોર બેદરકારી સામે આવી, ચેતી જજો તમે..ક્યાંક તમારી સાથે આવું ન થાય
ભારતમાં જ્યા એક તરફ કોરોનાની રસી લોકોને અપાઈ રહી છે, અમુકને રસીનો પહેલો ડોઝ તો અમુકને બીજો ડોઝ પણ લગાવવામાં આવી ચુક્યો છે. તો બીજી તરફ કોરોનાનો રાફળો ફાટી નીકળ્યો છે. એવામાં રસીનો ત્રીજો ડોઝ આપવાનું મુહિમ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. છતાં પણ રસીકરણની બાબતમાં અમુક લાપરવાહી જોવામાં આવી રહી છે.

આવો જ એક કિસ્સો કાનપુર દેહાતના એક પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં જોવા મળ્યો હતો જ્યાં એક નર્સે મોબાઈલમાં વાત કરતા કરતા એક મહિલાને એક જ સમયે બે વાર કોવિડ-19 વેક્સિન લગાવી દીધી હતી.

દેહાતમા કોરોના રસીકરણ ચાલી રહ્યું હતું ત્યારે કમલેશ દેવી નામની મહિલા કોરોના વેક્સિન લગાવવા માટે પહોંચી હતી. આ સમયે નર્સ ફોનમાં વાત કરવામાં વ્યસ્ત હતી અને કમલેશ દેવીને એક જ વારમાં બે વાર રસી લગાવી દીધી હતી. જો કે નર્સે પોતાની ભૂલ સ્વીકારી લીધી પણ જ્યારે કમલેશ દેવીના પરિવારને આ વાતની જાણ થઇ તો તેઓએ હલ્લો મચાવી દીધો હતો.

કમલેશ દેવીએ કહ્યું કે નર્સ ફોનમાં વ્યસ્ત હતી અને ફોન પર વાત કરતા કરતા મને રસી લગાવી હતી અને મને ત્યાંથી હટી જવાનું કહ્યું હતું. વાત કરતા કરતા તે ભુલી ગઈ એક મને રસી આપી દીધી છે અને તેણે મને ફરીથી બીજીવાર રસી લગાવી દીધી હતી. પછી મેં કહ્યું કે તમે મને બે વાર રસી શા માટે આપી તો તે ગુસ્સે થઇ ગઈ અને મને કહ્યું કે તમે ત્યાંથી ઉભા થઈને કેમ ગયા નહીં”.

આ ઘટનાની જાણ થતા જ કમલેશ દેવીના પરિવારે હંગામો મચાવી દીધો હતો અને સૂચનાની જાણ થતા જ ત્યાં અન્ય અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને આશ્વાસન આપીને મામલો શાંત કરાવ્યો હતો. જ્યારે કમલેશ દેવીના દીકરાનું કહેવું છે કે તેની માં નું સ્વાસ્થ્ય ઠીક છે, પણ જે બાજુએ રસી આપી છે ત્યાં થોડો સોજો આવી ગયો છે.