પિતા ઉપર પ્રેમ દર્શાવવા કારની નંબર પ્લેટમાં ચેડા કરવા દીકરાને પડ્યા ભારે, પોલીસે ભણાવ્યો આ રીતે પાઠ

Uttarakhand Police : ભારત સહિત દુનિયાના લગભગ તમામ દેશોમાં કારના નંબર અને નંબર પ્લેટમાં લખવામાં આવતા નંબરને લઈને ખાસ ક્રેઝ જોવા મળે છે. દુબઈ વિશે તો એવું કહેવાય છે કે, ત્યા તો ક્યારેય ક્યારેક ખાસ નંબર માટે હરાજી એટલી ઉંચી બોલાય છે કે તેની કિંમત કાર કરતા પણ વધી જાય છે. જો કે પૈસાનો ઉપયોગ ત્યા ચેરિટી માટે થાય છે. જો કે આ બાબતમાં ભારત પણ કંઈ પાછળ નથી. ભારતમાં પણ લોકો કોઈ ખાસ મેસેજ માટે એવા નંબરો પસંદ કરે છે. જે નંબરો દ્વારા ખાસ નામ કે મેસેજ જોવા મળે છે. જો કે આ રીતે નંબરો લખવા ગેરકાનુની છે અને તેના માટે તમને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ કરવામાં આવી શકે છે.

આવી જ ઘટના સામે આવી છે ઉત્તરાખંડમાં જ્યાંની એક તસવીર ખુબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તાજેતરમાં ઉત્તરાખંડ પોલીસે એક કાર ઝડપી હતી જેના પાછળ ‘પાપા’ લખેલું હતું. જે બાદ આ વ્યક્તિને પોલીસે દંડ ફટકાર્યો છે. ત્યાર બાદ ઉત્તરાખંડ પોલીસે આ નંબર પ્લેટની પહેલાની અને નંબર પ્લેટ બદલ્યા પછીની તસવીર પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં તમે જોઈ શકો છે કે આ યુવકે પોતાના પિતા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા નંબર પ્લેટ પર કંઈક એવું લખાવ્યું હતું કે, જેથી તેને જોતા ‘પાપા’ વંચાય. આ વ્યક્તિની ગાડીનો નંબર 4141 હતો, જેમાં તેણે ક્રિએટીવીટી કરીને ‘પાપા’ લખાવ્યું હતું. જો કે આ પ્રેમ તેને ત્યારે મોંઘો પડી ગયો જ્યારે તેની કાર પોલીસની નજરમાં આવી ગઈ. આ નંબર પ્લેટને લઈને ઉત્તરાખંડ પોલીસના અધિકારીઓને ફરિયાદ મળી હતી. ત્યાર બાદ પોલીસે તેમની સામે કાર્યવાહી કરી અને નંબર પ્લેટને દૂર કરવામાં આવી. ત્યાર બાદ પોલીસે લખ્યું પાપા કહેતે હૈ બડા નામ કરેગા..આ ગીતનો ઉપયોગ કરીને પોલીસે તેની ફીરકી પણ લીધી.

ઉત્તરાખંડ પોલીસે લખ્યું, પાપા કહતે હૈ બડા નામ કરેગા, ગાડી કી પ્લેટ પર પાપા લીખેગા, મગર યેતો કોઈ ન જાને, કિ એસી પ્લેટ પર હોતા હૈ ચાલાન. ટ્વીટ પર ફરિયાદ મળ્યા બાદ ઉત્તરાખંડ પોલીસે આ કાર માલિકને ઓફીસે બોલાવ્યો અને નંબર પ્લેટ હટાવીને તેની પાસેથી દંડ વસુલ્યો. સોશિયલ મીડિયા પર આ કાર્યવાહી ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે. કેટલાકે એવો પ્રસ્તાવ પણ રાખ્યો કે એવું શું કરી શકાય જેથી આવી ઘટનાને રોકી શકાય.

YC