ગુજરાતી પરિવારને સાઉથ આફ્રિકામાં નડ્યો અકસ્માત, પરિવારના 3 સભ્યોના થયા મોત, 7 ઘાયલ, ખુબ જ દુઃખદ ઘટના

દેશભરમાંથી અક્સ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવે છે. જેમાં ઘણા લોકો મોતને ભેટતા હોય છે, ત્યારે હાલ એક ખબર સાઉથ આફ્રિકાથી સામે આવી રહી છે, જ્યાં એક ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો છે અને આ ગમખ્વાર અકસ્માતમાં પરિવારના 3 સભ્યો મોતને ભેટ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચનો પરિવાર વર્ષો પહેલા સાઉથ આફ્રિકામાં જઈને વસ્યો હતો. ભરૂચના કોલવાણ ગામનો પરિવાર 10 વર્ષથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયો હતો. પતિ-પત્ની અને એક દીકરી તથા દીકરો કારમાં સવાર થઈને નીકળ્યો હતો. કાર જ્હોનિસબર્ગ એરપોર્ટથી વેંડા તરફ જઈ રહી હતી.

ત્યારે પિટ્સબર્ગ પાસે ગાડીને અકસ્માત નડ્યો હતો. કારનું ટાયર ફાટી ગયુ હતું. જેમાં પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. આ ઉપરાંત 7 લોકો ઘાયલ પણ થયા હતા, તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં પતિ, પત્ની અને પુત્રનું મોત નિપજ્યુ છે. તેમજ પુત્રીનો આબાદ બચાવ થયો છે.

મૃતકોના ભારતમાં રહેતા પરિવારજનોને જણા કરવામાં આવી છે.જેના બાદ  મૃતકોને ભારત લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ દુખદ સમાચાર સાંભળતા જ ભારતમાં રહેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Niraj Patel