અમેરિકામાં 5 મોટેલ ધરાવતા કરોડપતિ ગુજરાતીની દીકરી ગુજરાતમાં આવીને ડ્રાઈવર સાથે કર્યા લગ્ન, ગજબની સ્ટોરી છે

ગુજરાતમાંથી ઘણીવાર એવા એવા કિસ્સા સામે આવે છે કે જે સાંભળી અથવા વાંચી આપણે પણ ચોંકી જઇએ. ઘણીવાર કેટલીક સગીરાઓ પ્રેમમાં પાગલ થઇ નાની ઉંમરમાં જ ભાગી જતી હોય છે, તો ઘણીવાર એવું સામે આવે છે કે કોઇ સુખી સંપન્ન પરિવારની છોકરી ભાગી જતા ચકચાર મચી જતી હોય છે. ત્યારે હાલમાં એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં એક 21 વર્ષિય યુવતિ તેના માતા-પિતા સાથે અમેરિકાથી આવી હતી અને તે ડ્રાઈવર સાથે ભાગી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતીના માતા-પિતા બારડોલી નજીકના એક ગામના વતની છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

પણ તેઓ વર્ષોથી અમેરિકા સ્થાયી થયા છે. પંદરેક દિવસ પહેલા જ યુવતી તેના માતા-પિતા સાથે અમેરિકાથી વતન આવી હતી અને તે બાદ તે અચાનક ગત રવિવારના રોજ ગાયબ થઈ ગઈ હતી. ઘણી શોધખોળ બાદ પણ તેની ભાળ ન મળતા આ મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો હતો. સોમવારે યુવતિના માતા-પિતાએ બારડોલી પોલીસ સ્ટેશનમાં યુવતિના ગુમ થવાની ફરિયાદ નોંધાવી અને તે બાદ પોલિસના શોધખોળ શરૂ કર્યા બાદ એક વકીલે પોલીસ સમક્ષ યુવતીના લગ્નનું સર્ટિફિકેટ રજૂ કર્યું.

સર્ટિફિકેટ અનુસાર, મેરેજનું તલાટી ઓફિસમાં રજિસ્ટ્રેશન કરાવાયું હતુ. તે યુવતિએ જેની સાથે લગ્ન કર્યા છે તે ડ્રાઈવરની નોકરી કરે છે. જો કે, લગ્ન કર્યા બાદ પ્રેમી સાથે ભાગી ગયેલ યુવતિએ પોલિસ અને પરિવારજન બેમાંથી કોઇનો પણ સંપર્ક કર્યો નથી.જણાવી દઇએ કે, યુવતીના પિતા અમેરિકામાં વેલ સેટલ્ડ છે, અને તેઓ ત્યાં તેમની પાંચ મોટેલ્સ છે. બે મોટેલ્સ તો આ ભાગી ગયેલી યુવતી પોતે ચલાવતી હતી. આ યુવતિનો જન્મ ગુજરાતમાં થયો હતો.

પણ તે પરિવાર સાથે અમેરિકા માઈગ્રેટ થઈ હતી અને છેલ્લા દસેક વર્ષથી વધારે સમયથી તે અમેરિકાની સિટીઝન છે. અમેરિકા ગયા બાદ આ યુવતી વર્ષોથી પોતાના વતન નહોતી આવી. પોલીસ અનુસાર, તે સો.મીડિયાના માધ્યમથી પ્રેમીને મળી અને ભારત ના આવી હોવા છતાંય તેણે તેની સાથે સંપર્ક જાળવી રાખ્યો. જે બાદ જયારે આ યુવતી પોતાના મમ્મી-પપ્પા સાથે વતન આવી ત્યારે પરિવારજનોને કંઈ પણ કહ્યા વિના અચાનક જ રવિવારે ગાયબ થઈ ગઈ.

Shah Jina