આજથી શરૂ થયેલા વર્ષ 2024ને લઈને પ્રખ્યાત ભવિષ્ય વક્તા નાસ્ત્રેદમસની ગજબની ભવિષ્યવાણી આવી સામે, આ રીતે 150 વર્ષ સુધી જીવશે માણસ

એવી શોધ થશે કે 150 વર્ષ જીવશે માણસ, 2024 માટે નાસ્ત્રેદમસે કરી હતી ચોંકાવનારી ભવિષ્યવાણી

Nostradamus Predictions 2024 : ગઈકાલે વર્ષનો છેલ્લો દિવસ હતો અને દુનિયાભરના લોકોએ ખુબ જ જોર શોર અને ઉત્સાહથી વર્ષ 2023ને અલવિદા કહ્યું અને આજે નવા વર્ષનું સ્વાગત કર્યું. ત્યારે નવા વર્ષને લઈને જ્યોતિષ અને ભવિષ્ય વકતાઓની ભવિષ્યવાણીઓ પણ સામે આવી રહી છે. ફ્રાન્સના જ્યોતિષી નાસ્ત્રેદમસે વિશ્વ માટે વર્ષ 2024 કેવું રહેશે તે અંગે ઘણી ભવિષ્યવાણીઓ કરી છે. 16મી સદીના નાસ્ત્રેદમસ હજુ પણ તેની આગાહીઓ માટે જાણીતા છે.

વર્ષ 2024ની ભવિષ્યવાણીઓ :

1555માં લેસ પ્રોફેટીઝમાં ભવિષ્ય વિશેની તેમની આગાહીઓ પ્રકાશિત કરવામાં આવી હતી, જેમાં વિશ્વભરમાં બનતી ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું હતું. જો કે, આ લેખોમાં અસ્પષ્ટ વિગતોને લીધે, ઘણી આગાહીઓનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે. નાસ્ત્રેદમસે પોપ વિશે ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2024માં દુનિયાને નવો પોપ મળી શકે છે. હાલના પોપ ફ્રાન્સિસ વૃદ્ધ છે, તેથી જ આ આગાહી સચોટ લાગે છે. આ સિવાય નોસ્ટ્રાડેમસે ક્લાઈમેટ ડિઝાસ્ટર વિશે પણ ચેતવણી આપી છે.

ભૂકંપ અને ભૂખમરો :

2024 વિશે,તેમણે ચેતવણી આપી છે કે આ વર્ષે આપણે ઘણી જગ્યાએ દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી શકે છે અને કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય અત્યંત ખરાબ હવામાન અને વ્યાપક ભૂખમરાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નાસ્ત્રેદમસે જાપાનના દરિયાકાંઠાના શહેરોને લઈને ચેતવણી આપી હતી કે વર્ષ 2024માં ભૂકંપ આવશે, જેનાથી સુનામીનો ખતરો રહેશે. આ સિવાય તેણે ખતરનાક વાયરસના ફેલાવાની પણ આગાહી કરી છે.

મનુષ્ય જીવશે 150 વર્ષ :

કોવિડ -19 પછી, વિશ્વ કોઈપણ ચેપના સમાચારથી ડરવા લાગ્યું છે. આવી સ્થિતિમાં નવા વર્ષમાં વધુ એક સંક્રમણની આગાહી ડરામણી છે. નાસ્ત્રેદમસે કહ્યું હતું કે 2024માં બ્રિટિશ શાહી પરિવારમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2024માં વૈજ્ઞાનિકો એવી શોધ કરશે જે મનુષ્યનું આયુષ્ય 150 થી 170 વર્ષ સુધી લંબાવશે. હાલમાં વિશ્વમાં આયુષ્ય 72 વર્ષ છે. જો નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાચી પડી તો માનવી બમણું લાંબુ જીવી શકશે.

આ આગાહીઓ પડી છે સાચી :

નાસ્ત્રેદમસના પુસ્તક લેસ પ્રોફેસીસમાં ફ્રેંચ ક્રાંતિ, જાપાન પર અણુ બોમ્બ છોડવા, એડોલ્ફ હિટલરનો ઉદય સહિત અનેક ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી જે સાચી સાબિત થઈ છે. વર્ષ 2023 વિશે તેમણે પોતાના લેખમાં લખ્યું હતું કે, આ વર્ષે ત્રીજા વિશ્વ યુદ્ધના દ્રશ્યો જોવા મળશે.

Niraj Patel