ઉફ્ફ્ફ….નોરા જેવું તો કોઈ નથી દુનિયામાં…7 તસ્વીરોમાં જુઓ ટાઈટ ફિગર
બોલિવુડની “દિલબર ગર્લ” એટલે કે અભિનેત્રી નોરા ફતેહી હંમેશા તેની રોકિંગ સ્ટાઇલથી ચર્ચામાં રહે છે. તે ચાહકોનું અવારનવાર દિલ જીતતી રહે છે. ફ્લોરેલ ડ્રેસ હોય કે પછી સિપલ ડેનિમ અને ટોપ કોમ્બિનેશન, નોરા બધી સ્ટાઇલને એકદમ સ્ટાઇલિશ બનાવી દે છે.

હાલમાં જ નોરાને મુંબઇમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેનો લુક કાતિલાના હતો. ચાહકો પણ નોરાની આ તસવીરોને ઘણી પસંદ કરી રહ્યા છે. નોરાના આ અંદાજે તે લોકોનું દિલ જીતી લીધુ છે.

નોરા ફતેહીને ચાહકો ઘણા સમયથી મિસ કરી રહ્યા હતા. કોરોના લોકડાઉનને કારણે તે ઘરે જ હતી અને સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ ઘણી ઓછી હતી. પરંતુ તે જયારે ઘરેથી નીકળી તો લોકો તો તેને જોતા જ રહી ગયા.નોરાએ ફરી એકવાર તેનો જાદુ ચાહકો પર ચલાવ્યો.

નોરાએ આ દરમિયાન ડેનિમ અને ક્રોપ ટોપ પહેર્યુ હતુુ તેમજ તેનો આ લુક ઘણો જ સ્ટાઇલિશ લાગી રહ્યો હતો. નોરા હંમેશાની જેમ આ આઉટફિટમાં પણ ઘણી જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ લાગી રહી હતી.

નોરાએ તેના આ ક્લાસી લુકને કમ્પલિટ કરવા માટે બ્લેક સેંડલલ કેરી રહ્યા હતા, મિનિમલ મેકઅપ કર્યો હતો અને વાળને ખુલ્લા રાખ્યા હતા. નોરાએ આ સાથે બ્લુ બેગ કેરી કરી હતી.

તમને જાણીને નવાઇ લાગશે કે નોરાના આ બેગની કિંમત 4 લાખ હતી. નોરાએ મીડિયાે ઘણા પોઝ પણ આપ્યા હતા અને નોરાની ઘણી તસવીરો ક્લિક પણ થઇ હતી. નોરાની આ તસવીરોને સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે જે ઘણી વાયરલ પણ થઇ રહી છે.

નોરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે, “ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં જોવા મળશે. આ ફિલ્મ 1971ની ભારત પાકિસ્તાન જંગ પર આધારિત છે. ફિલ્મમાં અજય દેવગન, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, શરદ કેલકર જેવા અનેક સ્ટાર્સ છે.