નોરા ફતેહીએ આકાશ સિંહને લગાવ્યો ગળે,અને બોલી – આકાશ તુ હજુ નજીક આવ, મારી આંખોમાં જો, તે બાદ તો આકાશ…

આમ તો નોરા ફતેહી ઘણા રિયાલિટી શોમાં જોવા મળે છે, તે તેના ડાન્સ કૌશલ્ય બતાવવાની સાથે સાથે સ્પર્ધકોને પ્રેમનો પાઠ ભણાવતી પણ જોવા મળે છે. કેટલીકવાર તે કેટલાક કંટેસ્ટેંટને પ્રપોઝ કરવાનું શીખવાડે છે, તો કયારેક તે આંખોમાં આંખ નાખીને ડાન્સ કરવાનું શીખવે છે. જો કોઈ સ્પર્ધકનું પરફોર્મન્સ જોઈને નોરા ભૂલથી ‘આઈ લવ યુ’ કહે તો તેના હોશ ઉડી જાય છે. પરંતુ લોકોને પાઠ ભણાવનાર બોલિવૂડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી ત્યારે અટકી ગઈ જ્યારે ‘હુનરબાઝ’ના ફેમસ સ્પર્ધક આકાશ સિંહે તેના વખાણ કર્યા.

નોરા છોકરીઓનું દિલ જીતવાના ઘણા રસ્તાઓ જાણે છે અને તેની પાસે આ વિશે તેનું પોતાનું પુસ્તક પણ છે જેનું નામ છે નોરા ફતેહી દ્વારા લખાયેલ ‘101 લેસન ટુ વિન ગર્લ્સ હાર્ટ્સ’. હુનરબાઝના એપિસોડમાં નોરાએ આ પુસ્તકમાંથી શોના સ્પર્ધક આકાશ સિંહને પાઠ ભણાવવાનો પ્રયાસ કર્યો હતો. કારણ કે આકાશ સિંહ ખૂબ જ શરમાળ છે અને તેણે આજ સુધી કોઈ કોમ્પ્લિમેન્ટ નથી આપ્યું. નોરાએ કહ્યું કે સૌથી પહેલા તો તને ગમતી છોકરીની આંખોમાં આંખ નાખીને કહેવું પડશે કે આજે તું ખૂબ જ સુંદર લાગી રહી છે.

નોરાની વાત સાંભળીને આકાશે નોરાની આંખોમાં જોઇને સ્મિત કર્યું અને કહ્યું કે આજે તું ખૂબ જ સુંદર લાગી રહી છે નોરા. આકાશની વાત સાંભળીને નોરા સ્તબ્ધ થઈ ગઈ. વાસ્તવમાં જ્યારે આકાશે નોરાના વખાણ કર્યા ત્યારે નોરા પણ થોડીવાર માટે શરમાઈ ગઈ હતી કારણ કે તેને ખ્યાલ નહોતો કે આકાશ તેના વખાણ કરશે.આ સીન જોઈને પરિણીતી ચોપરા ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી અને પરિણીતીએ કહ્યું કે એક મહિના પહેલા આકાશ એટલો સારો છોકરો હતો.

તે હવે ખૂબ ખરાબ છે. દિગ્ગજ ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીએ કહ્યું કે જો કોઈ આવી સુંદર છોકરી એટલે કે નોરા ફતેહીને સામે જોશે તો તે માણસ પીગળી જ જશે ને. ત્યારે કોમેડી ક્વીન ભારતી સિંહનો પતિ હર્ષ લિમ્બાચીયા આકાશને પૂછે છે કે નોરાને આટલી નજીક જોઈને કેવું લાગે છે. આકાશે શરમાતા કહ્યું કે આજે બહુ મજા આવી. નોરાએ આકાશને ગળે લગાડ્યો. પરિણીતી ચોપરાએ ગુસ્સામાં આકાશનું નામ લીધું.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)

એવું લાગી રહ્યું હતું કે પરિણીતી આ સીન જોઈ ગુસ્સે છે. પરિણીતીએ ગુસ્સામાં કહ્યું- નોરા, તું આકાશમાંથી પાછી આવ. ઉલ્લેખનીય છે કે, આકાશ સિંહ હુનરબાઝ શોમાં ખૂબ જ મહેનત કરી રહ્યો છે. કલર્સ ચેનલનો રિયાલિટી શો હુનરબાઝઃ આકાશ સિંહ ટોપ નવમાં પહોંચી ગયો છે. તે બિહારના ભાગલપુરનો વતની છે. ભાગલપુરના આકાશ સિંહની ખ્યાતિ દિવસેને દિવસે વધી રહી છે.

Shah Jina