એક હાથમાં આઈસ્ક્રીમ અને બીજા હાથમાં બરફના ગોળાને ચૂસતી જોવા મળી નોરા ફતેહી, વીડિયો જોઈને તમારા મોઢામાં પણ પાણી આવી જશે
બોલીવુડની દિલભર ગર્લ નોરા ફતેહીની તસવીરો હંમેશા સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. નોરા પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો સાથે તે પોતાના ડાન્સ વીડિયોને પણ શેર કરતી રહે છે, જેને ચાહકો દ્વારા ખુબ જ પસંદ પણ કરવામાં આવે છે. હાલમાં જ નોરાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે એક હાથમાં બરફનો ગોળો અને બીજા હાથમાં આઈસ્ક્રીમ કોન લઈને ચાટતી જોવા મળી રહી છે.
વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર નોરા દેશી સ્ટાઈલમાં બરફનો ગોળો ચૂસી રહી છે. નોરાનો આ વીડિયો કેનેડાની ગલીઓનો છે. જેમાં તે નિયોન રંગના ક્રોપ ટોપ અને ડેનિમ પહેરીને જોવા મળી રહી છે.
નોરાના ચાહકોને તેનો આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા ઉપર આ વીડિયોને નોરાના ચાહક દ્વારા જ શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોની અંદર ચાહકો લાઈક કરવાની સાથે સાથે રિએક્શન પણ આપી રહ્યા છે.
ઘણા યુઝર્સ નોરાને ક્યૂટ કહી રહ્યા છે તો ઘણા લોકોનું આ વીડિયો જોઈને હસવું પણ નથી રોકાઈ રહ્યું. નોરાના એક હાથમાં બરફનો ગોળો અને બીજા હાથમાં આઈસ્ક્રીમ કોન લઈને ચાટતી જોવા મળી રહી છે.
નોરાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે ફિલ્મ “ભુજ”માં જોવા મળી હતી, આ ફિલ્મમાં તેના અભિનયની ચાહકોએ ખુબ જ પ્રસંશા કરી છે. ભુજ ફિલ્મમાં તેની સાથે અભિનેતા અજય દેવગન અને સંજય દત્ત પણ મુખ્ય ભૂમિકામાં હતા.
View this post on Instagram
નોરાએ “દિલભર” અને “ગરમી” ગીત દ્વારા દર્શકોને દિલ જીતી લીધા હતા. જેના બાદ તેને “નાચ મેરી રાની” અને “છોડ દેંગે” ગીત દ્વારા પણ ચાહકોના દિલમાં આગ લગાવી દીધી. નોરાના ડાન્સને ચાહકો ખુબ જ પસંદ કરે છે. અને નોરા પણ પોતાના ધમાકેદાર ડાન્સ દ્વારા ચાહકોને દીવાના કરવાનો કોઈ મોકો છોડતી નથી.