‘ડાંસ દીવાને જુનિયર’ના સેટ પર પહેલા દિવસે નોરા ફતેહીએ વિખેર્યો ગ્લેમરનો જલવો, શિમરી ડ્રેસમાં અભિનેત્રીએ લગાવ્યો તડકો

અભિનેત્રી અને ડાન્સર એવી નોરા ફતેહી પોતાના બેલી ડાન્સ માટે જાણિતી છે.પોતાના ડાન્સની સાથે સાથે નોરા પોતાના હોટ કર્વી ફિગર અને ફેશન સ્ટાઇલને લીધે પણ લોકોના દિલોમાં રાજ કરતી રહે છે. પોતાના કામની સાથે સાથે નોરા સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે. એવામાં એકવાર ફરીથી નોરાનો એકદમ સ્ટાઈલિશ અંદાજ સામે આવ્યો છે જેને જોઈને ચાહકોનો પરસેવો છૂટી ગયો છે.

જણાવી દઈએ કે નોરા રિયાલિટી શો ડાન્સ દીવાને જુનીયર માં જજની ભૂમિકામાં જોવા મળશે. શોની શૂટિંગ શરૂ થઈ ચુક્યુ છે. એવામાં નોરા ગુરુવારે શોના સેટ પર પહોંચી હતી અને શૂટિંગના પહેલા જ દિવસે નોરાએ પુરી લાઈમલાઈટ લઇ લીધી હતી. નોરાનો અંદાજ જોતા લાગી રહ્યું છે કે શોની ટીઆરપી ખુબ વધવાની છે અને ચાહકો પણ નોરાને જજની ખુરશી પર જોવા માટે ખુબ જ ઉત્સુક છે.

આ સમયે નોરા ગ્રીન શિમરી વન પીસ બોડી ટાઈટ ડ્રેસમાં પહોંચી હતી. આ લુક સાથે નોરાએ વ્હાઇટ હિલ્સ પહેર્યા હતા.ખુલ્લા વાળ અને નાની નાની ઈયરરિંગમાં ગજબ લાગી રહી હતી. નોરાની આ તસવીરો પરથી ચાહકોની નજર નથી હટી રહી. તેનો આ અંદાજ ચાહકોને ઘાયલ કરી રહ્યો છે.

નોરાએ મીડિયા સામે એકથી એક શાનદાર પોઝ આપ્યા હતા. મીડિયા સામે તે ક્યારેક પોતાના વાળને ઠીક કરતી તો ક્યારેક પોતાનો સ્ટાઇલિંગ એટીટ્યુડ દેખાડી રહી હતી.શોમાં નોરાને જોવા માટે ચાહકો અધીરા બની રહ્યા છે. પોતાના ડાન્સ હુનરથી ફેમસ થયેલી નોરા શોમાં પોતાની અદાઓનો જલવો વિખેરતી પણ જોવા મળશે.

ખુબ ઓછા લોકો જાણતા હશે કે મૂળ કેનેડાની રહેનારી નોરાએ બોલીવુડમાં ફિલ્મ રોર:ધ ટાઇગર ઓફ સુંદરબન્સ દ્વારા ડેબ્યુ કર્યું હતું.જો કે ફિલ્મમાં તેના પર લોકોની કઈ ખાસ નજર પડી ન હતી. ફિલ્મમાં રૂબીના દિલેકનો પતિ અભિનવ શુક્લા પણ મુખ્ય કિરદારમાં હતો. નોરા બિગ બોસની કન્ટેસ્ટન્ટ પણ રહી ચુકી છે.  નોરા ફતેહી રિયાલિટી ડાન્સિંગ શો જલક દિખલા જા માં પણ કન્ટેસ્ટન્ટ રહી ચુકી છે. નોરા ફિલ્મોમાં પણ આઈટમ સોન્ગ કરી ચુકી છે.

Krishna Patel