મારી સાથે જે થયુ… લાઇવ ઇન્ટરવ્યુમાં ઇમોશનલ થઇ ગઇ નોરા ફતેહી, આંખોથી નીકળ્યા આંસુ, જુઓ વીડિયો

બોલિવુડની દિલબર ગર્લ અને ડાંસર નોરા ફતેહીને આજે કોણ નથી જાણતું. લાખો લોકોના દિલ પર રાજ કરે છે નોરા ફતેહી…

સાકી સાકી ગર્લ નોરા ફતેહીએ હાલમાં જ એક વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો સાથે તેણે લાંબુ કેપ્શન પણ લખ્યુ છે.

દુબઇના યુટયુબર અનસને આપેલા ઇન્ટરવ્યુમાં નોરા તેના દિલની ઘણી વાતો કહે છે. ઇન્ટરવ્યુમાં તે સ્ટ્રગલ વિશે પણ વાત કરે છે અને વચ્ચે ઇમોશનલ થઇ રોઇ પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

ઇન્ટરવ્યુમાં નોરા કહે છે કે, હું શરૂઆતથી જ ઘણી ફિલ્મી હતી, એવી કેટલીક તક હતી જયાં હું બીજાને પાછળ કરીને પોતે આગળ આવી જતી હતી.

Image source

હું મારા જીવનમાં કંઇક મોટું અને સારુ કરવા ઇચ્છતી હતી. મેં આ વિશે ઘણીવાર વિચાર્યુ પરંતુ હું મારા માટે નિર્ણય ન કરી શકી. મેં ઘણું વિચાર્યુ અને છેલ્લે મેં નોકરી છોડી દીધી. હું એ સમયે ઘણી અલગ અલગ જગ્યાએ નોકરી કરતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરાએ ઇન્ટરવ્યુમાં તેની સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી હતી. ઇન્ટરવ્યુ દરમિયાન નોરા રોઇ પડે છે. તે કહે છે કે, મેં ઘણુ બધુ દેખ્યુ છે અને સહન કર્યુ છે. પરંતુ મેં હાર ન માની અને કોશિશ કરતી ગઇ. પરંતુ મને એ છોકરીઓ વિશે વિચારી રોવું આવે છે જેને મારી જેમ ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો.

Shah Jina