વર્ષ 2021માં જ્યાં ઘણા લોકપ્રિય ફિલ્મ સ્ટાર્સે છૂટાછેડા લીધા હતા, ત્યાં ઘણા એવા કપલ હતા જેઓ લગ્ન કરીને નવા જીવનની શરૂઆત કરતા જોવા મળ્યા હતા. જેમાં રાજકુમાર રાવ-પત્રલેખાથી લઈને વિકી કૌશલ-કેટરિના કૈફનો સમાવેશ થાય છે. ત્યારે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જેવા ક્યૂટ કપલના લગ્ન વિશે ઘણી ચર્ચાઓ હાલ થઈ રહી છે. હવે આ બધા વચ્ચે એવી ખબર સામે આવી રહી છે કે નોરા ફતેહી પ્રખ્યાત પંજાબી ગાયક ગુરુ રંધાવાને ડેટ કરી રહી છે. શનિવારે ગોવામાં ગુરુ રંધાવા અને નોરા ફતેહીની બીચ પરની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ ગઇ.
વાયરલ થઈ રહેલી તસવીરમાં બંને જોરદાર હસતા જોવા મળે છે. અન્ય એક તસવીરમાં નોરા અને ગુરુ બીચ પર ચાલતા જોઈ શકાય છે, આ તસવીર જોઈને લાગે છે કે બંનેનું બોન્ડ એકદમ મજબૂત છે. આ દરમિયાન, નોરાએ ગ્રે ટી-શર્ટ પહેર્યું હતું, તેમજ અભિનેત્રી બ્લેક શોર્ટ્સ સાથે કેઝ્યુઅલ લુકમાં હતી. બીજી તરફ, ગુરુ રંધાવાએ પ્રિન્ટેડ કો-ઓર્ડ સેટ પહેર્યો હતો. હવે ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે શું તેઓ એક મ્યુઝિક વીડિયો માટે સાથે કામ કરી રહ્યા છે કે પછી તેમની વચ્ચે કોઈ ખીચડી રંધાઇ રહી છે.
આ તસવીરો પેપરાજી વિરલ ભયાણીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરો અન્ય તમામ ફેન પેજ પર પણ શેર કરવામાં આવી છે. પરંતુ ચાહકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે શું નોરા ફતેહી અને ગુરુ રંધાવા એકબીજાને ડેટ કરી રહ્યા છે ? આ દરમિયાન અટકળોની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું, ‘તેમને સાથે સમય માણવા દો. ત્યાં તમે કબાબમાં હડ્ડી ના બનો.’ એક પંજાબી યુઝરે લખ્યું, ‘ચાલો વધુ પરજાઈ પંજાબને મળી ગઇ’ એક યુઝરે લખ્યુ- ગુરુએ ફતેહ કરી લીધી નોરા એ જ રીતે, ઘણા લોકોએ અનુમાન લગાવ્યું છે કે કદાચ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને તેમની નિકટતા વધવા લાગી છે. પરંતુ કંઈક એવું પણ છે જેના પર લોકોએ ધ્યાન આપ્યું નથી.
ગુરુ રંધાવા એક અદ્ભુત ગાયક અને કલાકાર છે અને દરેક જણ નોરા ફતેહીની નૃત્ય કુશળતાના દિવાના છે. તેથી શક્ય છે કે બંને કોઈ નવા પ્રોજેક્ટને કારણે સાથે આવ્યા હોય. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. આ તમામ સવાલોના જવાબ જાણવા માટે ચાહકોએ હવે રાહ જોવી પડશે. નોરા ફતેહીની ગણતરી બોલિવૂડની ટોચની ડાન્સર્સમાં થાય છે, જ્યારે ગુરુ રંધાવાના ગીતો ખૂબ જ લોકપ્રિય છે. બંનેના રીલ લાઈફના સહયોગે ઘણા લોકોના હૃદયના ધબકારા વધારી દીધા છે.
નોરા અને ગુરુએ મ્યુઝિક વીડિયો ‘નાચ મેરી રાની’માં સાથે કામ કર્યું હતું. આ ગીત ઘણું હિટ રહ્યું હતું. તમને જણાવી દઈએ કે નોરાએ તાજેતરમાં UAEમાં વિડકોન કોન્સર્ટમાં ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં નોરાના પરફોર્મન્સ પર દર્શકો પણ ડાન્સ કરવા મજબૂર થઈ ગયા હતા. બોલિવૂડ ડાન્સ દિવા નોરા ફતેહીનું ગીત કુસુ-કુસુ ચાહકોમાં ઘણું લોકપ્રિય બન્યું છે. સફળ આઈટમ નંબર બાદ નોરા રજાઓ મનાવવા ગોવા પહોંચી હતી. અહીં તે ગુરુ રંધાવા સાથે બીચ પર જોવા મળી હતી.
કુસુ-કુસુ ગીત 9 નવેમ્બરના રોજ રિલીઝ થયું હતું અને તેને અત્યાર સુધીમાં 14 કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. 25 નવેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ સત્યમેવ જયતે 2 માટે આ ગીત શૂટ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં જોન અબ્રાહમ અને દિવ્યા ખોસલા કુમાર મુખ્ય ભૂમિકામાં છે.