ઝોમેટોમાંથી મંગાવ્યા હતા નુડલ્સ…ડબ્બો ખોલતા જ અંદરથી જે નીકળ્યુ તે જોઇ તમે પણ રહી જશો હેરાન…

ડરામણો અનુભવ…Zomato થી ઓર્ડર કરેલ નુડલ્સમાંથી નીકળ્યો કોકરોચ, મહિલાએ કરી ફરિયાદ, કંપનીએ આપ્યો આ જવાબ

તાજેતરના સમયમાં ફૂડ ડિલિવરી એપ્સનો ઉપયોગ ઘણો વધ્યો છે. આપણું જીવન ઝડપી બની ગયું હોવાથી તે એક અનુકૂળ વિકલ્પ તરીકે કામ કરે છે અને સમય બચાવવામાં મદદ કરે છે. પરંતુ તેનો ઉપયોગ વધી રહ્યો હોવાથી ઓર્ડર કરેલા ખોરાકની ગુણવત્તા પર વિપરીત અસર થઈ રહી છે. લોકો સોશિયલ મીડિયા પર ઓનલાઈન ઓર્ડર કરેલા ફૂડની ગુણવત્તા પર સવાલો ઉઠાવી રહ્યા છે.

નુડલ્સમાંથી નીકળ્યો કોકરોચ

ભૂતકાળમાં એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યારે લોકોએ રેસ્ટોરન્ટમાંથી મંગાવવામાં આવેલ ખોરાકમાં જીવજંતુ નીકળાવાની ફરિયાદ કરી હોય. ત્યારે હાલમાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. બુધવારે એક ટ્વિટર યુઝરે ઝોમેટો દ્વારા રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કરેલા ફૂડમાં કોકરોચ જોયો હોવાની ફરિયાદ કરી હતી. પોતાની પોસ્ટમાં સોનાઇ આચાર્યએ કહ્યુ કે- તેણે Autie Fug નામના રેસ્ટોરન્ટથી જાપામી રેમન (નુડલ્સ) મંગાવ્યા હતા.

મહિલાએ કરી ફરિયાદ

તેણે દાવો કર્યો કે તેના ખાવાના ડબ્બામાંથી કોકરોચ નીકળ્યો. સોનાઇએ ફૂડમાંથી કોકરોચ નીકળવાની તસવીરો પણ શેર કરી. તસવીરો શેર કરતા તેણે લખ્યુ- ઝોમેટોથી ઓર્ડર કરવાનો અનુભવ ખરાબ રહ્યો. ઓટી ફગથી જાપાની મિસો રેમન ચિકનનો ઓર્ડર કર્યો હતો અને મારા ખાવામાં કોકરોચ નીકળ્યો. બિલકુલ અસ્વીકાર્ય અને ધૃણિત. અહીં ગુણવત્તા નિયંત્રણથી હું ગંભીરરૂપથી નિરાશ છું, ઝોમેટો બહુ ઘટિયા છે. Zomatoએ આ ફરિયાદની તરત નોંધ લીધી અને ટ્વીટનો જવાબ આપ્યો.

Zomato એ આપ્યો આવો જવાબ

કંપનીએ કહ્યું, “હેલો, અમને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના વિશે સાંભળીને દુઃખ થાય છે. અમે આ અનુભવને બદલવામાં મદદ કરવા માંગીએ છીએ. કૃપા કરીને અમારી સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને અમે શક્ય તેટલી વહેલી તકે તમારો સંપર્ક કરીશું.” સોનાઈ દ્વારા શેર કરવામાં આવેલ તસવીરો સાથે એક સ્ક્રીનશોટ પણ છે, જે દર્શાવે છે કે ફૂડ ડિલિવરી કંપનીએ ઓર્ડર માટે 320 રૂપિયા રિફંડ કર્યા હતા.

Shah Jina