મર્સિડિઝ, 1.25 કિલો સોનુ અને 1 કરોડ રોકડા…આ લગ્નએ બધાને કરી દીધા હેરાન
દહેજને લઇને કાનૂન બનેલા છે, ખૂબ અભિયાન પણ ચાલે છે અને આજે પણ આનો વિરોધ થતો જોવા મળે છે. જો કે, તેમ છત્તાં પણ ક્યાંકને ક્યાંક આપણે આના ગવાહ બની જ જઇએ છીએ. આજે પણ આ પ્રથા સમાજમાં જારી છે. આવો જ એક વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે વાયરલ થઇ રહ્યો છે.
દહેજમાં મર્સિડિઝ, ફોર્ચ્યુનર કાર, 7 કિલો ચાંદી, 1.25 કિલો સોનું, એક કરોડ રોકડા
વીડિયોમાં જોઇ શકાય છે કે દુલ્હનના પરિવાર દ્વારા દુલ્હાને ખૂબ જ કિંમતી સામાન આપવામાં આવે છે અને એક વ્યક્તિ આ સામાનની લિસ્ટ વાંચીને સંભળાઇ રહ્યો છે. આ સામાનમાં મર્સિડિઝ ઇ-ક્લાસ કાર, એક ટોયોટા ફોર્ચ્યુનર, 7 કિલો ચાંદી અને 1.25 કિલોથી વધારે સોનું સામેલ છે. એટલું જ નહિ, એક કરોડ રૂપિયા પણ હોવાનું વીડિયોમાં સંભળાઇ રહ્યુ છે.
વીડિયો વાયરલ થયા બાદ લોકોએ કરી આલોચના
આ વાયરલ વીડિયો જોઇ લોકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આજના આધુનિક જમાનામાં પણ આ રીતની લેણદેણ જોઇ સમાજને લઇને લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આ કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વિનીત ભાટી નામના યુઝરે શરે કર્યો છે. ઘણા યુઝર્સ મોંઘી ગિફ્ટ અને મોટી માત્રામાં પૈસા આપવાની આલોચના કરી રહ્યા છે.
View this post on Instagram
યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા
એક યુઝરે લખ્યુ- આ લગ્ન નહિ સોદો છે. અન્ય એક યુઝરે લખ્યુ- કેટલાક પુરુષ બિઝનેસ ડિલનો આનંદ લઇ રહ્યા છે અને આને એક લગ્ન બતાવી રહ્યા છે. ત્યાં એક બીજા યુઝરે લખ્યુ- પોલિસ કોઇ એક્શન કેમ નથી લેતી, જ્યાં સુધી મને ખબર છે દહેજ એક અપરાધ છે.જણાવી દઇએ કે, આ વીડિયો ઉત્તરપ્રદેશના નોએડાનો હોવાનું કહેવાઇ રહ્યુ છે.
View this post on Instagram