ગુજરાતીઓના મસીહા ખજુરભાઈ આ કાળઝાળ ગરમીમાં “પથારીવશ” અને “પેરેલાઈઝ” લોકો માટે બન્યા સાક્ષાત ભગવાન, જુઓ વીડિયો

કોમેડી કિંગ તરીકે આખા ગુજરાતમાં પોતાનું નામ બનાવી ચૂકેલા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાનીના સેવાકીય કાર્યોથી આજે કોઈ અજાણ્યું નથી. તેમને કેટલાય લોકોની મદદ કરી અને એક નવું જીવન આપ્યું છે, આ ઉપરાંત તેમને ગુજરાતમાં 200 જેટલા ઘર પણ બનાવીને ઘર વિહોણા લોકોને આશરો આપ્યો છે.

તૌકતે વાવાઝોડા સમયથી શરૂ થયેલી નીતિન જાનીની આ મદદની પહેલ આજે પણ અવિરત ચાલી રહી છે. થોડા દિવસ પહેલા જ તે પોતાની ટીમ સાથે દુબઈના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમને 200 ઘર બનાવવામાં મદદ કરનારા કડિયા અને કારીગરો પણ હતા. જ્યાં 5 દિવસ સુધી તેમને ભરપૂર મોજ કરી અને વીડિયો બનાવીને તેમના ચાહકો સુધી પણ શેર કર્યા.

ત્યારે હવે દુબઇથી પરત ફર્યા બાદ નીતિન જાનીએ એક ખુબ જ ઉમદા કાર્ય કર્યું છે, જેનો એક વીડિયો તેમને  ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કર્યો છે. જેમાં ખજુરભાઈ તેમના ચાહકોને એક સંદેશ આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો શેર કરવાની સાથે તેમને કેપશનમાં પણ માહિતી પુરી પાડી છે.

કેપ્શનમાં તેમને જણાવ્યું છે કે, “ગુજરાતમાં કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને, જે વ્યક્તિ પથારીવશ છે, જે વ્યક્તિ પેરેલાઈઝ છે એમના માટે કુલરની વ્યવસ્થા કરીએ છીએ !’ નીતિન જાનીએ આ વીડિયો શેર કર્યા બાદ તેમના ચાહકો તેમના આ કાર્યના ભરપૂર વખાણ કરી રહ્યા છે. કોમેન્ટની અંદર તેમની ખુબ જ પ્રસંશા પણ કરતા જોવા મળે છે.

વીડિયોની અંદર ખજુરભાઈ એમ પણ કહી રહ્યા છે કે તમારા ધ્યાનમાં પણ જો કોઈ આવી વ્યક્તિ હોય તો તેમનો કોન્ટેક્ટ નંબર અમને મોકલો અને અમે જાતે જ તેમના સુધી આ કુલર પહોચાવીશું. સાથે જ તેઓ એમ પણ કહી રહ્યા છે કે જે વ્યક્તિના ઘરે ઈલેક્ટ્રીસીટી નથી એવા લોકોના ઘરે અમે ઈલેક્ટ્રીસીટી પણ પ્રોવાઈડ કરશું અને અમે જાતે કુલર ફિટ કરીશું.

નીતિન ભાઈના આ વીડિયો ઉપર લોકો ઢગલાબંધ કોમેન્ટ કરી રહ્યા છે, સેલેબ્સ પણ તેમના આ કાર્યને વખાણી રહ્યા છે. કિંજલ દવેએ પણ કોમેન્ટ કરીને ખજુરભાઈના આ કાર્યની પ્રસંશા કરી છે. સાથે જ ચાહકો પણ તેમના આ કર્યાને બિરદાવતા જોવા મળી રહ્યા છે. ખરેખર, ખજુરભાઈ ગરીબ લોકોનું ખુબ જ વિચારે છે અને તેમના માટે તેઓ કંઈપણ કરી શકે છે. જેના કારણે જ ગુજરાતીઓનો તેમને ભરપૂર પ્રેમ મળી રહ્યો છે.

Niraj Patel