પરણી ગયા ખજૂરભાઈ ! શેર કરી લગ્નની તસવીરો.. લોકોની ભારે ભીડ વચ્ચે જાન લઇ પહોચ્યા નીતિન જાની

ખજુરભાઈના લગ્નનો આલબમ: લોકો એ કહ્યું “આ જોડી ને નજર ના લાગે.. રામ સીતા ની જોડી ”

ગુજરાતમાં જો કોઇને એમ કહીએ કે ગરીબોની સેવામાં આગવું નામ કોણ ધરાવે તો સૌથી પહેલા બધાને મોઢે એક જ વાત આવે ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની… સોશિયલ મીડિયા પર પોતાના કોમેડી વીડિયોથી પોપ્યુલર બનેલા ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીના સેવાકીય કાર્યના વખાણ આખો દેશ કરે છે.

લોકલાડીલા ખજૂરભાઈ આખરે પરણી ગયા !

તેમને ગુજરાતના સોનુ સૂદ પણ કહેવાય છે. નીચિન જાનીએ ગત વર્ષે મીનાક્ષી દવે સાથે સગાઈ કરી હતી અને ત્યારે આજે અચાનક સમાચાર આવ્યા કે ખજૂરભાઈ પરણી ગયા છે. નીતિન જાની ગત રોજ તેમની મંગેતર મીનાક્ષી દવે સાથે લગ્નગ્રંથિથી જોડાયા. હાલમાં જ નીતિન જાનીએ તેમના લગ્નની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

શેર કરી લગ્નની તસવીરો

આ તસવીરોમાં નીતિન જાની વ્હાઇટ શેરવાનીમાં તો મીનાક્ષી દવે રેડ લહેંગામાં જોવા મળી રહી છે. નીતિન જાનીના લગ્નની વાત કરીએ તો, જે વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે તે પ્રમાણે કોઈ રાજા મહારાજાનો વરઘોડો નીકળતો હોય એટલો ભવ્ય વરઘોડો નીતિન જાનીના લગ્નનો હતો.

સાદાઇથી અને ચુપકે ચુપકે કર્યા લગ્ન 

આ ઉપરાંત મહેમાનોની ભારે ભીડ પણ હતી. જો કે, નીતિન જાની આટલા પોપ્યુલર અને સેલિબ્રિટી હોવા છત્તાં પણ તેમણે સાદાઇથી અને ચુપકે ચુપકે લગ્ન કર્યા હતા. જણાવી દઇએ કે, નીતિન જાની અને મીનાક્ષી દવેના લવ મેરેજ નથી પણ અરેન્જ મેરેજ છે. આ વિશે મીનાક્ષી દવે એક ઇન્ટરવ્યૂમાં વાત પણ કરી ચૂકી છે.

લવ નહિ પણ છે અરેન્જ મેરેજ

મંદિરમાં નીતિન જાની અને મીનાક્ષીના પરિવારની મુલાકાત દર્શન દરમિયાન થઇ હતી અને ત્યાં જ નીતિનભાઈની માતાને મીનાક્ષી ખુબ જ પસંદ આવી અને લગ્ન માટે માંગુ નાખ્યું હતું. મીનાક્ષી દવે સામાન્ય લોકોની જેમ જ ખજુરભાઈની એક ચાહક હતી અને તે પણ તેમના વીડિયો જોતી હતી.મીનાક્ષી દવેએ પહેલીવાર ખજુરભાઈને ત્યારે જોયા જયારે તેઓ મીનાક્ષી દવેના ગામમાં એક માજીનું ઘર બનાવવા આવ્યા હતા,

8 નવેમ્બરના રોજ કરી હતી સગાઇ 

ત્યારે તેમને સામાન્ય ચાહકોની જેમ જ નીતિન જાની સાથે સેલ્ફી લીધી અને ત્યારે તેને સપનામાં પણ ખબર નહોતી કે તે એક દિવસ નીતિન જાનીના ઘરમાં કંકુ પગલાં પાડશે.

જણાવી દઇએ કે, ખજુરભાઇ ઉર્ફે નીતિન જાનીએ મીનાક્ષી દવે સાથે 8 નવેમ્બરના રોજ સગાઇ કરી હતી અને હવે તેઓ લગ્નના બંધનમાં પણ બંધાઇ ગયા છે.ઉલ્લેખનીય છે કે, ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીની બીજી ઓળખ ગુજરાતના સોનુ સૂદ તરીકે થાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તેઓ ગુજરાતમાં રહેતા મકાન વિહોણા લોકોને મકાન બનાવી આપે છે અને આ ઉપરાંત તેઓ પોતાના સરળ સ્વભાવને કારણે લોકોના દિલમાં ખાસ જગ્યા પણ ધરાવે છે.

Shah Jina