ગરીબોના મસીહા ખજુરભાઈનું વધુ એક દિલ જીતી લેનારું કામ, આ દંપતીનું એવું શાનદાર ઘર બનાવ્યું કે જોઈને તમે પણ કરશો વાહ વાહ…જુઓ વીડિયો
પ્રખ્યાત કોમેડિયન નીતિન જાનીને કોઈ એમ જ ગરીબોના મસીહા નથી કહેતું. તેમણે એવા એવા કામ પણ કર્યા છે જેના કારણે તેમની લોકપ્રિયતા ગુજરાતના દરેક ઘર ઘરમાં થઇ ગઈ છે. ખજુરભાઈ તરીકે ઓળખાતા નીતિન જાનીએ અત્યાર સુધી 200 કરતા પણ વધારે ઘર બનાવ્યા છે અને ગરીબ લોકોની મદદ કરી છે. ઘણા લોકોને પગભર પણ બનાવ્યા છે.
ખજુરભાઈ તેમના સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે અને પોતાના સેવાકીય કાર્યોની ઝાંખી પણ તેઓ સોશિયલ મીડિયા દ્વારા બતાવતા રહે છે. જેને જોઈને તમેના ચાહકો પણ તેમના વખાણ કરતા થાકતા નથી. હાલમાં જ નિતીન જાનીએ તેમના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે જે લોકોના દિલ જીતી રહ્યો છે.
આ વીડિયોને શેર કરવાની સાથે જ ખજુરભાઈએ કેપશનમાં માહિતી પણ આપી છે. તેમણે જણાવ્યું છે કે, “સુલતાનપુરમાં રસીલાબેન અને જીતુભાઇનું ઘર 5 દિવસમાં જ બનાવી લીધું. આજે તેમનો ગૃહપ્રવેશ કરાવ્યો.” સોશિયલ મીડિયામાં આ વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો કોમેન્ટમાં તેમના આ કામની ખુબ જ પ્રસંશા પણ કરી રહ્યા છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, “નીતિન જાની પહેલા એક ખંડેર જેવા ઘરમાં ઉભા છે અને પછી બીજી ફ્રેમમાં આ ઘર એકદમ નવું બની જાય છે. આ ઉપરાંત ઘરની ઘણી વસ્તુઓ પણ બતાવવામાં આવી છે. આ વસ્તુઓ પણ જૂની છે અને નવી વસ્તુઓ આવી જાય છે. નીતિન જાનીએ આ ઘરમાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ લાવી આપી છે.