નીતિન જાનીએ બાપ વગરના સંતાનોને મદદ કરવા માટે કરી લોકોને અપીલ, જે કહ્યું એ સાંભળીને આંખોમાં આંસુઓ આવી જશે, જુઓ વીડિયો

નીતિન જાનીની તોલે કોઈ ના આવે સાહેબ, અકસ્માતમાં પિતા ગુજરી ગયા, 3 દીકરી અને 1 દીકરા રઝળી પડ્યા…નીતિનભાઈએ 2 લાખથી વધુ આપ્યા, આ પરિવારની મદદ કરો

ગુજરાતમાં લોકો માટે મસીહા બની ગયેલા અને સતત લોકોની મદદ કરી રહેલા નીતિન જાની ઉર્ફે ખજુરભાઈ સોશિયલ મીડિયામાં સતત સક્રિય રહેતા હોય છે અને તેમના સેવાકીય કાર્યોની પણ ઝલક બતાવતા હોય છે. લોકો પણ તેમના આ સેવાકીય કાર્યોની સતત પ્રસંશા પણ કરતા હોય છે. ખજુરભાઈએ ઘણા લોકોની મદદ કરી છે અને સાથે જ લોકોને પણ મદદ કરવા માટે પ્રેરણા પણ પુરી પાડે છે.

ત્યારે હાલ પણ તેમને એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે લોકોને પણ મદદ કરવા માટે અપીલ કરી છે અને પોતે પણ આ પરિવારને મદદ કરવા માટે પહોંચી ગયા છે. તેમને વીડિયો શેર કરીને આ પરિવાર વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ પરિવાર બનાસકાંઠાના ભાંભડી ગામનો રહેવાસી છે.

તેમણે આગળ જણાવ્યું કે હું જયારે આ ગામમાં ચાર એબ્નોર્મલ દીકરીઓનું ઘર બનાવી રહ્યો હતો ત્યારે મારી સાથે સાત મજૂરો કામ કરતા હતા. એમાંના બે મજૂરો પરખાભાઈ અને કમલેશભાઈનો કમનસીબે અકસ્માત થયો અને તેમાં પરખાભાઈ કમનસીબે સદ્દગતિ પામ્યા છે અને દશરથ ભાઈ છે તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

તેમને આગળ જણાવ્યું કે પરખાભાઈ તેમની પાછળ ત્રણ નાની દીકરીઓ અને એક દીકરાને છોડી ગયા છે. હું તમામ લોકોને વિનંતી કરું છું કે એમની ફેમેલીમાં કમાનારા ફક્ત પરખાભાઈ હતા. એમની આગળ પાછળ કોઈ નથી અને ખાસ મારા તરફથી હું 2 લાખ અને 21 હજાર રૂપિયા અર્પણ કરી રહ્યો છું.

તેમને જણાવ્યું કે તેમાંથી 1 લાખ અને 21 હજાર રૂપિયા પરખાભાઈના પત્નીને આપીશ અને 51 હજાર રૂપિયા આ દીકરા દીકરીના ભણતર માટે આપી રહ્યો છું અને 51 હજાર રૂપિયા દશરથભાઈને આપી રહ્યો છું. તો તમામ બનાસકાંઠાની આજુબાજુ વસનારા જે લોકો છે તેમને હું અપીલ કરવા માંગુ છું કે આ પરિવારને મદદની જરૂર છે. હું તમામને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ ફેમેલીને મદદ કરો.

ખજુરભાઈએ એમ પણ કહ્યું કે ફૂલ નહિ તો ફૂલની પાંખડી પણ આ પરિવારને અર્પણ કરજો કારણ કે પરખાભાઈ એવા વ્યક્તિ હતા જેમણે હંમેશા લોકોની સેવા કરી અને પોતે મજૂરી કામની સાથે સાથે નાના કલાકાર પણ હતા. એટલે મારુ માનવું છે કે કલાકારની કલાનું હંમેશા સન્માન કરવું જોઈએ. પરખાભાઈના પરિવારને સપોર્ટ કરતા રહેજો.

નીતિન ભાઈએ આ વીડિયો શેર કરવાની સાથે કેપશનમાં પણ લખ્યું છે, આ પરિવારની મદદ કરો. મદદ કરવા માટે પરખાભાઈના ઘરે રૂબરૂ સંપર્ક કરવો. (ગામ.ભાપડી તા.થરાદ જી.બનાસકાંઠા). ખજુરભાઈ દ્વારા પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને તેમના આ કામ માટે લોકો તેમની ખુબ જ પ્રસંશા પણ કરી રહ્યા છે.

Niraj Patel