પપૈયા વેચતા માજી સાથે ખજુરભાઈએ જે કર્યું તે જોઈને તમે પણ તેમને કરશો સલામ, વીડિયો જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે

નીતિન જાની ઉર્ફે ખજુરભાઈ તેમના કોમેડી વીડિયો દ્વારા ગુજરાતના દરેક ઘરમાં જાણીતા બન્યા છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી તેમના સેવાકીય કાર્યોએ ગુજરાતીઓનું દિલ જીતી લીધું છે. તેમને ઘણા લોકોને મદદ કરી છે, ઘણા લોકોનું જીવન બદલી નાખ્યું છે અને તેમના આ કાર્યોને લોકો પણ દિલથી સલામ કરે છે.

નીતિન જાનીના સેવાકીય કાર્યોના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે, જેમાં તેમના કાર્યોની ઝાંખી જોવા મળે છે. તેમના ઘણા વીડિયો તો આંખો ભીની કરી દેનારા પણ હોય છે. ગુજરાતના લોકો માટે નીતિન જાની બીજા સોનુ સુદ બનીને આવ્યા છે અને એટલે જ તેમના માટે લોકોને ખુબ જ માન છે.

હાલમાં જ ખજુરભાઈએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે એક પપૈયા વેંચતા માજી સાથે ભાવ-તાલ કરાવતા જોઈ શકાય છે. પરંતુ આ ભાવ-તાલ કરાવતા કરાવતા ખજુરભાઈ એવું કામ કરે છે કે તે માજીનું તો દિલી જીતી જ લે છે પરંતુ તેમનું આ કામ જોઈને કેટલાય લોકો તેમને સલામ પણ કરે છે.

ખજુરભાઈ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક માજી રસ્તા ઉપર પપૈયા લઈને વેચવા માટે બેઠા છે. નીતિન જાની તેમની પાસે જાય છે અને પપૈયાનો ભાવ પૂછે છે, માજી એક કિલોનો ભાવ 40 રૂપિયા કહે છે, ત્યારે ખજુરભાઈ ભાવ વ્યાજબી કરાવવા માટે જાય છે અને માજી આખરે 30ના કિલો આપવાનું કહે છે.

જેના બાદ ખજુરભાઈ માટે 1 કિલો પપૈયું તોલવામાં આવે છે, નીતિન જાની પછી બધા જ પપૈયાનો ભાવ પૂછે છે ત્યારે માજી આ બધા જ પપૈયા 500 રૂપિયાના હોવાનું કહે છે, તેમાં પણ ખજુરભાઈ ભાવ તાલ કરે છે અને છેલ્લે 400 રૂપિયામાં બધા જ પપૈયા આપવાનું નક્કી થયા છે, માજી કોથળીમાં બધા જ પપૈયા ભરી દે છે.

જેના બાદ નીતિન જાની તેમને 500 રૂપિયાની ઘણી બધી નોટ આપે છે આ જોઈને માજી કહે છે કે આ તો બહુ વધારે છે, પરંતુ નીતિનભાઈ તેમને કહે છે કે આ તમારી મહેનતના છે, માજી પૈસા પાછા આપતા હોય છે તો પણ ખજુરભાઈ તેમને પૈસા હાથમાં પકડાવી અને તે ખુશ છે તેમ પૂછે છે. પપૈયા વેંચતા માજી પણ ખુશ ખુશાલ થઇ જાય છે.

સોશિયલ મીડિયામાં તેમના સેવાકીય કાર્યનો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, તેમના કામને જોઈને લોકો પણ સલામ કરી રહ્યા છે અને કોમેન્ટમાં તેમને વંદન કરી રહ્યા છે. ખજુરભાઈએ ઘણા લોકોને નવું જીવન આપ્યું છે, તેમના સોશિયલ મીડિયા દ્વારા તેમના સેવાકીય કાર્યો પણ જોઈ શકાય છે.

Niraj Patel