દુનિયાના સૌથી મોંઘા આટલા લાખના કપમાં “ચા” પીને દિવસની શરૂઆત કરે છે નીતા અંબાણી

3 લાખના કપમાં ચા પીવે છે નીતા અંબાણી, 2 કરોડનું બેગ, કરોડોની સાડી, જુઓ કલેક્શન

દેશના અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણી અને તેમનો પરિવાર લક્ઝરી લાઇફસ્ટાઇલને લઇને ઘણીવાર ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પણ તેમની ફેશન સેંસ અને લાઇફસ્ટાઇલની સાથે સાથે તેમના મોંઘા શોખને લઇને ચર્ચામાં રહેતા હોય છે. જો કે, આજે અમે તમને નીતા અંબાણીની એક એવી વાત જણાવવાના છીએ જે જાણી તમે હેરાન રહી જશો.

નીતા અંબાણી મુકેશ અંબાણીની પત્ની હોવા સાથે સાથે એક સક્સેસફુલ બિઝનેસવુમન પણ છે. આ જ કારણ છે કે તેઓ લગ્ઝરી લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે. તમને જાણીને હેરાની થશે કે નીતા અંબાણી દિવસની શરૂઆત 3 લાખની કિંમતના કપમાં ચા પીવાથી કરે છે. તેમનો આ કપ જાપાનના સૌથી જૂના ક્રોકરી બાંડ નોરિટેક કપનો છે.

આ કપની ખાસિયતની વાત કરીએ તો તે ચીની માટીથી બનેલ છે અને આના પર સોના અને પ્લેટિનમથી ડિઝાઇન બનાવવામાં આવે છે. પૂરા એન્ટીક ટી સેટની કિંમત છે 1.5 કરોડ રૂપિયાથી પણ વધારે. આમ જોવા જઇએ તો નીતા અંબાણી રોજ જે ચા પીવે છે તેના પૂરા સેટની કિંમત દોઢ કરોડ જેટલી હોવાને કારણે એક ચાનો કપ 3 લાખમાં પડે છે.

લાખોના શોખ રાખનાર નીતા અંબાણી પાસે દુનિયાથી સૌથી મોંઘી સાડી છે, જેની કિંમત છે 40 લાખ રૂપિયા. દુનિયાની સૌથી મોંઘી સાડી પહેરવાનો Guinness World Record પણ તેમના નામ છે આટલું જ નહિ નીતા-મુકેશ અંબાણીની લાડલી ઇશા અંબાણીએ તેના લગ્નમાં દુનિયાનો સૌથી મોંઘો લહેંગો પહેર્યો હતો અને તેની કિંમત 90 કરોડ રૂપિયાથી પણ વધારે હતી.

Shah Jina