નીતા અંબાણીને મળ્યો ખાસ એવોર્ડ! સોનાની જરીથી તૈયાર થયેલ બ્લેક બનારસી સાડીમાં પહોંચ્યા એવોર્ડ લેવા

નીતા અંબાણીની બ્લેક બનારસી સાડી છે ખૂબ જ ખાસ, સોનાની જરીથી તૈયાર થયેલ સાડીમાં સજી-ધજી પહોંચ્યા એવોર્ડ લેવા

9 માર્ચ શનિવારે 71માં મિસ વર્લ્ડ વિનરનું એલાન થઇ ચૂક્યુ છે, આ વખતે આ ખિતાબ ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિજકોવાના માથા પર સજ્યો. જ્યારે લેબનાનની યાસ્મિના ફર્સ્ટ રનર અપ રહી. 28 વર્ષ બાદ ભારતે જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે આ શાનદાર ઈવેન્ટનું આયોજન કર્યું હતુ. ત્યાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી સિની શેટ્ટીએ ટોપ 8 સુધી પોતાની જગ્યા બનાવી અને આ પછી તે બહાર થઈ ગઈ.

જણાવી દઈએ કે 71મી મિસ વર્લ્ડ 2024માં નીતા અંબાણીને ‘હ્યુમેનિટેરિયન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીને Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત 71મી મિસ વર્લ્ડ ફાઈનલના પ્રસંગે પ્રતિષ્ઠિત ‘બ્યુટી વિથ અ પર્પસ હ્યુમેનિટેરિયન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન નીતા અંબાણીના લુકે બધાનું ખેંચ્યુ હતુ.

નીતા અંબાણીની સાડીઓનું કલેક્શન જોઈને લોકો વિચારમાં પડી જાય છે. તાજેતરમાં જ તેમના સૌથી નાના પુત્ર અનંત અને રાધિકાના પ્રી-વેડિંગમાં પણ તેમના રોજના અલગ અળગ લુકે લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. ત્યારે હાલમાં યોજાયેસ મિસ વર્લ્ડ 2024ના ફિનાલે દરમિયાન પણ નીતા અંબાણીની બ્લેક સાડીએ લોકો વચ્ચે ચર્ચા જગાવી.

આ સાડી બનાવવા માટે ઘણી ઝીણવટભરી મહેનત કરવામાં આવી છે. કેટલાક ભાગોને સુંદરતા આપવા માટે સોનાની ઝરીથી કામ કરવામાં આવ્યું છે. નીતા અંબાણીએ જાજરમાન બનારસી જંગલા સાડી પહેરી હતી, જે ચળકતી સોનાની ઝરી અને ભારતીય સિલ્કમાંથી બનાવવામાં આવી છે.

સાડીની આખી પેટર્ન તૈયાર કરવામાં ઘણા દિવસોની મહેનત લાગી. ‘સ્વદેશ’ અને મનીષ મલ્હોત્રાએ મળીને નીતા અંબાણી માટે આ ખાસ સાડી તૈયાર કરી છે. આ સાથે નીતા અંબાણીની જ્વેલરી પણ જોવા લાયક છે. તેમણે અનોખી શૈલીની ઇયરિંગ્સ પહેરી હતી, જે સાડી સાથે અદ્ભુત લાગી રહી હતી.

Shah Jina