રિલાયન્સના CEO અને એશિયાના સુધી ધનવાન બિઝનેસમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ દિવસોમાં ચર્ચામાં છે. ચારે બાજુ આ ફંકશની જ ન્યુઝ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે અનંત 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેવા જઈ રહ્યો છે.
લગ્ન પહેલા, કપલે 1 થી 3 માર્ચ સુધી તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સનું આયોજન કર્યું છે,.લાડલા અનંત અંબાણીના આ ફંક્શનમાં પપ્પા મુકેશ અંબાણી અને મમ્મી નીતા અંબાણી એકદમ ખુશખુશાલ છે. આમ સ્ટેજ પર શાનદાર ડાન્સ કરીને લોકોને ખુશ કરી દીધા હતા. આજે વાયરલ થયેલ વિડીયોમાં તમે જોઇ શકો છો કે મુકેશ અને નીતા રાજ કપૂરના આઇકોનિક ગીત ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ…’ પર મસ્ત અંદાજમાં ડાન્સ પરફોર્મ કરી રહ્યા છે.
આ દરમિયાન મુકેશ અંબાણીએ કુર્તા પાયજામામાં જોવા મળ્યા. આ સાથે નીતા અંબાણી ગોલ્ડન કલરની સાડીમાં જોવા મળ્યા. બોલીવુડનાં ત્રણ ખાનની આમ તો ભૂતકાળમાં દુશ્મની હતી પણ છેલ્લા થોડા સમયથી મિત્રો બની ગયા છે. છેલ્લા ઘણા વર્ષોથી આ ત્રણેયય એક્ટર બોલીવુડ પર રીતસર રાજ કરે છે એમ કહીએ તો ખોટું નથી.
અનંત અંબાણી-રાધિક મર્ચેન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં ત્રણેય ખાનની ઉપસ્થિતિ જોવા મળી હતી. આટલું જ નહીં SRK, ભાઈજાન સલમાન અને મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન એકસાથે સ્ટેજ પર ડાન્સ કરતાં પણ દેખાયા હતા. આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં જે ગીત વાગી રહ્યું હતું એ ઓસ્કર વિનિંગ નાટુ નાટુનું હિન્દી વર્ઝન હતું.
જેના પર ત્રણેય ખાને એકબીજાનાં સિગ્નેચર સ્ટેપ કરીને સ્ટેજ પર ડાન્સ કર્યો હતો. શાહરુખે પોતાની અદામાં હાથ ફેલાવ્યા હતા તો ત્રણેય ખાને પછી એવો પોઝ પણ આપ્યો હતો. અનંતની માતા નીતા અંબાણીએ એક વીડિયો બહાર પાડીને જણાવ્યું કે આ ફંક્શન માત્ર જામનગરમાં જ શા માટે યોજવામાં આવી રહ્યુ છે. નીતા અંબાણીએ જણાવ્યું કે તેમના ત્રણ બાળકો આકાશ, ઈશા અને અનંતનું બાળપણ જામનગરમાં વીત્યું હતું.
એટલા માટે હું ત્રણેય બાળકોને પરિવારના મૂળ સાથે જોડાયેલા રાખવા માંગુ છું. બિઝનેસને કારણે મુંબઈમાં રહેવાને કારણે કેટલીક બાબતો પાછળ રહી ગઈ હતી, જેના વિશે હું દુનિયાને વાકેફ કરવા માંગતી હતી. સમગ્ર અંબાણી પરિવારનો જામનગર સાથે ગાઢ સંબંધ છે. અનંતના દાદીમાનો જન્મ જામનગરમાં થયો હતો. તેમના દાદા ધીરુભાઈ અંબાણીએ જામનગરથી જ બિઝનેસ શરૂ કર્યો હતો.
આ સાથે અનંતના પિતા મુકેશ અંબાણીએ પણ જામનગરમાં ફેમિલી બિઝનેસ સંભાળ્યો હતો અને અહીં બિઝનેસની કળા શીખી હતી. આ ઉપરાંત હું ભારતીય સંસ્કૃતિને ખૂબ જ પ્રેમ કરું છું, કારણ કે ભારતીય સંસ્કૃતિ અને કલા મને ઘણી પ્રેરણા આપે છે. એટલે મેં જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી-વેડિંગનું આયોજન ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાગત રિવાજો સાથે કરવાનું આયોજન કર્યું. નીતા અંબાણીએ અનંતના લગ્નને લઈને પોતાની ઈચ્છાઓ પણ વ્યક્ત કરી.
પોતાની પ્રથમ ઈચ્છા વિશે વાત કરતા નીતા અંબાણીએ કહ્યું, “અમે જ્યાંથી આવ્યા છીએ તે ગુજરાત છે. જ્યારે રાધિકા સાથે મારા સૌથી નાના પુત્ર અનંતના લગ્નની વાત આવી ત્યારે મારી બે મહત્વની ઈચ્છાઓ હતી. સૌ પ્રથમ હું ઈચ્છતી હતી કે તહેવારને મૂળ સાથે ઉજવવો. જામનગર આપણા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે અને તેનું ઊંડું મહત્વ છે.”
પોતાની બીજી ઈચ્છા જણાવતા નીતા અંબાણીએ કહ્યું કે, “હું ઈચ્છતી હતી કે આ તહેવાર આપણી કલા અને સંસ્કૃતિ પ્રતિ એક ટ્રિબ્યુટ હોય અને અમારા પ્રતિભાશાળી ક્રિએટિવ દિમાગોના હાથો, દિલો અને કડી મહેનતથી બનાવવામાં આવેલ આપણા વારસા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ હોય.” જણાવી દઇએ કે, અનંત અને રાધિકાની સગાઈ 2022માં રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં થઈ હતી, ત્યારબાદ 2023માં મુંબઈમાં અંબાણી હાઉસ એન્ટિલિયા ખાતે સત્તાવાર સમારોહ યોજાયો.
View this post on Instagram