નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેંટર એટલે કે NMACCના શાનદાર ઉદ્ઘાન સમારોહમાં રિલાયન્સ ફાઉંડેશનની ચેરપર્સન અને સંસ્થાપક નીતા અંબાણીએ પોતાના ભવ્ય નૃત્ય પ્રદર્શનથી સમારોહનો સમા બાંધી દીધો. આ સમારોહમાં દેશ-દુનિયાના સિતારા પહોંચ્યા હતા. NMACCનું નિર્માણ બંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષમં જિયો વર્લ્ડ ગાર્ડનમાં કરવામાં આવ્યુ છે.
આ સમારોહમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણીનો આખો પરિવાર રોયલ લુકમાં પહોંચ્યો હતો. નીતા અંબાણીનો ઇવેન્ટ દરમિયાનનો લુક એકદમ મહારાણી જેવો હતો. આ ઉપરાંત તેમના બંને દીકરાઓ અને વહુઓ તેમજ દીકરીનો પણ રોયલ લુક હતો. આ ઈવેન્ટમાં આકાશ અંબાણી પત્ની શ્લોકા અંબાણી સાથે તો અનંત અંબાણી મંગેતર રાધિકા મર્ચેંટ સાથે પહોંચ્યો હતો.
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર એટલે કે NMACCના ભવ્ય ઉદઘાટન સમારોહમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ નૃત્ય કર્યુ હતુ. નીતા અંબાણીએ રઘુપતિ રાઘવ રાજા રામ પર ભવ્ય નૃત્ય પેશ કર્યુ હતુ અને તેમના નૃત્યથી કાર્યક્રમનો માહોલ ખૂબ જ ધમધમી ઉઠ્યો હતો. લોકોએ તાળીઓના ગડગડાટથી તેમની પ્રશંશા કરી હતી.
જણાવી દઇએ કે, NMACC એક સાંસ્કૃતિક કેન્દ્ર છે જે આંતરરાષ્ટ્રીય સુવિધાઓથી સજ્જ છે. આ સેન્ટરમાં સ્ટુડિયો થિયેટર, પબ્લિક આર્ટ અને આર્ટ હાઉસ સહિત ઘણી વસ્તુઓ છે. નીતા અંબાણીએ આ અવસર પર કહ્યું હતું કે “સાંસ્કૃતિક કેન્દ્રને જે સમર્થન મળી રહ્યું છે તેનાથી હું અભિભૂત છું. તે વિશ્વના શ્રેષ્ઠ સાંસ્કૃતિક કેન્દ્રોમાંનું એક છે.
તમામ કલા અને કલાકારોનું અહીં સ્વાગત છે. અહીં નાના શહેરો અને છેવાડાના વિસ્તારોના યુવાનોને પણ તેમની કલા પ્રદર્શિત કરવાની તક મળશે. આ અંગે મુકેશ અંબાણીએ કહ્યું કે તેમને આશા છે કે મુંબઈની સાથે તે દેશ માટે કલાના મુખ્ય કેન્દ્ર તરીકે પણ ઉભરશે.
View this post on Instagram