માથા પર ઇજા, આંખોમાં આંસુ, પતિને પાઠ ભણાવવા નિશાએ રડતા રડતા સંભળાવી તેેની કહાની, જુઓ વીડિયો

“યે રિશ્તા કયા કહેલાતા હે” ફેમ કરણ મહેરા હાલ તેમના લગ્નને લઇને પત્ની પર મારપીટ કરવાને લઇને વિવાદોમાં સપડાયા છે, ત્યારે અભિનેત્રી નિશા રાવલે પતિ તેના પતિ કરણ મહેરા પર ઘરેલુ હિંસાના આરોપ લગાવતા ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. નિશા રાવલે પ્રેસ કોન્ફરન્સ કરી આ વિવાદનું કારણ જણાવ્યુ છે. તેણે કરણના Extramarital Affairની વાત પણ કરી હતી.

નિશા રાવલે કરણ પર ઘરેલુ હિંસાના આરોપ લગાવ્યા જેને લઇને કરણે કહ્યુ છે કે, નિશાએ તેને જાતે જ ઇજા પહોંચાડી છે. તે બાદ મંગળવારે નિશા મીડિયા સામે આવી અને તેના માથા પર લાગેલ ઇજાને દેખાડી, ત્યાં નિશાની એક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં તેના માથા પર ઇજાના નિશાન છે અને ચહેરા પર લોહી વહી રહ્યુ છે.

નિશાની આ તસવીર ઘણી દર્દનાક છે અને મિત્રોએ તેની તસવીર શેર કરી તેના માટે ન્યાય માંગ્યો છે. સાથે જ કરણ મહેરાની પોલ ખોલવાનો દાવો કર્યો છે. નિશા અનુસાર, આ પહેલીવાર નથી કે કરણે તેની પર હાથ ઉઠાવ્યો હોય. કરણ ઘણા વર્ષોથી આવું કરતા આવી રહ્યો છે.

નિશા રાવલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે, કરણે તેની પર ઘણી વાર હાથ ઉઠાવ્યો છે. આ તેના માટે ઘણી મામૂલી વાત છે. નિશા અનુસાર ઘણીવાર કરણે પંચ માર્યા છે અને ચહેરા પર નિશાન પણ આવ્યા છે. આ તે કેટલા સમયથી સહન કરી રહી છે ? આ સવાલ પર નિશાએ કહ્યુ, હું આજે પણ તેમને પ્રેમ કરુ છુ. હું મૂર્ખ હતી કે આ બધુ મારા મોં પર એક તમાચો છે કારણ કે હું તેમનાથી અલગ થવા માટે તૈયાર ન હતી. આ જણાવતા નિશા રોઇ પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

મીડિયા સાથે વાતચીત દરમિયાન તેણે તેની બે તસવીર પણ દેખાડી જેમાં એક તસવીરમાં તેની આંખ પર નિશાન નજર આવ્યુ અને બીજી તસવીરમાં તેનુ માથા પરથી લોહી વહેતુ જોવા મળ્યુ, તેણે કહ્યુ આ બધુ મારા માટે સરળ ન હતુ. મારે પણ કેમેરા સામે જવાનુ છે. હું એ ઇચ્છતી ન હતી કે એક દિવસ મારો દીકરો મોટો થઇને કહે કે મા તારે તારા માટે ઊભુ થવુ જોઇતુ હતુ. હું તેની સામે ખોટુ ઉદાહરણ રાખવા માંગતી ન હતી.

 

View this post on Instagram

 

A post shared by India Forums (@indiaforums)

નિશાનું માનીએ તો, કરણ ઘણા સમયથી તેમને દગો આપી રહ્યા છે પરંતુ કેટલાક મહિના પહેલા જ આ હકિકતની જાણ થઇ. પતિની ઇમેજ ખરાબ ના થાય તે માટે તેને ચુપ્પી સાધી લીધી, પરંતુ હવે વાત તલાક સુધી પહોંચી ચૂકી હતી. તેના અનુસાર, કરણે સંબંધ રાખવા માટે સ્પષ્ટ રીતે ના કહી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ameen🙏 (@filmystar07)

તેણે કરણ પર લગ્નની જ્વેલરી સુધી વેચવાનો પણ આરોપ લગાવ્યો અને તે ઘણા સમયથી બાળકની જવાબદારીથી પણ ભાગી રહ્યા હતા. હવે નિશાથી રહેવાયુ નહિ અને તેણે કરણ સાથે વાત કરવાની કોશિશ કરી તો કરણે તેની સાથે મારપીટ કરી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina