આ સુપરહિટ અભિનેત્રીને નસીબ થઇ હતી દર્દનાક મોત, શરીર પર કીડીઓએ બનાવી લીધુ હતુ ઘર, છેલ્લે વેશ્યાવૃત્તિનો ગંદો ધંધો કર્યો 

દરગાહ બહાર પડી હતી આ ખૂબસુુરત અભિનેત્રી, શરીર પર કીડાઓએ બનાવી લીધુ હતુ ઘર, છેલ્લે વેશ્યાવૃત્તિનો ગંદો ધંધો કર્યો, જુઓ ફોટાઓ

80ના દાયકામાં દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નિશા નૂરનો સિક્કો ચાલતો હતો. નિશાએ કમલ હાસન જેવા ઘણા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. નિશાનું ફિલ્મી કરિયર ઉજ્જવળ હતું પણ તેનું વાસ્તવિક જીવન ઘોર અંધકારથી ઓછું ન હતું. નિશા નૂર નિઃશંકપણે આજે આ દુનિયામાં નથી, પરંતુ તેના જીવનનું સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે.

2007માં નિશા નૂર એક દરગાહની બહાર મળી આવી હતી. તે સમયે નિશા નૂરના શરીર પર કીડીઓ અને જંતુઓ ફરી રહ્યા હતા. તેની સંભાળ રાખવા માટે કોઈ નહોતું. ફિલ્મની સફળતા છતાં નિશાનું જીવન નિર્જન અને પીડાદાયક રહ્યું. નિશા જ્યારે દરગાહની બહાર મળી ત્યારે પહેલા તો કોઈ તેને ઓળખી શક્યું ન હતું.

હોસ્પિટલમાં લાવવામાં આવ્યા બાદ ખબર પડી કે નિશાને એઈડ્સ છે અને તેના કારણે તેની હાલત વધુ ખરાબ થતી રહી. વર્ષ 2007માં નિશા નૂર આ દુનિયા છોડી ગઈ. નિશા નૂરે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાં 1981ની ફિલ્મ ટિક ! ટિક ! ટિક !, 1990માં ફિલ્મ ઐય્યર ધ ગ્રેટ, 1986માં ફિલ્મ કલ્યાણા અગાતિગલ સામેલ છે.

આ એ ફિલ્મો હતી જેણે ટિકિટ બારી પર પણ કમાલનું પ્રદર્શન કર્યુ હતુ. નિશા એક્ટિંગ તો ઘણી સારી કરતી હતી પરંતુ તે ઘણી ખૂબસુરત પણ હતી. લોકો તેની એક ઝલક મેળવવા માટે બેતાબ રહેતા હતા. પણ કોને ખબર હતી કે નિશાનો છેલ્લો સમય ઘણો દર્દનાક હશે.

નિશા ગ્લેમરની દુનિયામાં લાંબો સમય ટકી શકી નહીં. જ્યારે તેને રાતોરાત મળેલી લોકપ્રિયતા ઓછી થવા લાગી ત્યારે તેને કામ મળવાનું બંધ થઈ ગયું. આ કારણે તેણે ઈન્ડસ્ટ્રી છોડી દીધી. પૈસાની સમસ્યાને કારણે નિશા અચાનક ક્યાંક ગાયબ થઈ ગઈ, સમાચાર એવા આવ્યા કે કોઈએ તેને વેશ્યાવૃત્તિની દલદલમાં ધકેલી દીધી છે. એવું પણ કહેવાય છે કે અહીંથી જ નિશાને એઈડ્સ જેવી જીવલેણ બીમારી થઈ હતી.

જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે ઈન્ડસ્ટ્રીમાં તેનું ઘણું શોષણ થયું હતું અને જ્યારે તે દુનિયાની સામે ઘણી દર્દનાક હાલતમાં આવી તો કોઈ તેને ઓળખી પણ શક્યું નહીં. હોસ્પિટલમાં થોડા દિવસો રહ્યા બાદ આખરે 2007માં તેમનું અવસાન થયું. આજે પણ નિશાની ફિલ્મો જોઈને ચાહકો તેને યાદ કરે છે. ઉલ્લેખનીય છે કે,

આજે 15 વર્ષ પછી દૈનિક ભાસ્કર એનજીઓ સુધી પહોંચ્યુ જેણે વર્ષ 2007માં નિશાના અંતિમ દિવસોમાં તેની સંભાળ લીધી હતી અને તેના મોત પછી તેને દફનાવી પણ હતી. નિશાની કહાની ત્યારે સમાચારોમાં હતી જ્યારે તે દરગાહની બહારથી ઘણી જ ખરાબ હાલતમાં મળી આવી હતી. ફિલ્મોમાં કામ ન મળવાને કારણે તે દેહવ્યાપારમાં આવી અને પછી 12 વર્ષ પછી તે એવી હાલતમાં મળી આવી કે તેને ઓળખવી પણ મુશ્કેલ હતી. તેના શરીર પર કીડા પડી ગયા હતા, માત્ર હાડકા જ દેખાતા હતા.

દૈનિક ભાસ્કરના અહેવાલ અનુસાર, જ્યારે નિશા નાની હતી, ત્યારે જ તેની માતાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકો માટે તેના પિતાને છોડી દીધા હતા. તે નિશાને પણ તેની સાથે જ લઈ ગઇ હતી. ગામ છોડ્યા પછી બંને ક્યારેય પાછા ન આવ્યા. ફિલ્મોમાં આવ્યા પછી પણ નિશાએ ક્યારેય પિતાના સમાચાર લીધા નહિ અને ક્યારેય સંપર્ક કરવાનો પ્રયાસ પણ ન કર્યો. છેલ્લી વાર તેના પિતાએ તેના વિશે ત્યારે સાંભળ્યું જ્યારે તેમના પુત્ર સાહુરે તેને દરગાહની બહાર જોઇ. પરંતુ તેમણે નિશાનો ચહેરો જોયો ન હતો. નિશાની વાત કરીએ તો, તેને કાસ્ટિંગ કાઉચમાંથી પસાર થવું પડ્યું હતું.

પોતાની કારકિર્દીમાં એક પછી એક હિટ ફિલ્મો આપીને તેને મોહનલાલ અને કમલ હાસન જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કરવાની તક પણ મળી. સાઈડ રોલમાં હોવા છતાં તેના હજારો ચાહકો હતા. ચાહકો તેને જોવા માટે ઉમટી પડતા હતા, પરંતુ તેની આ ખ્યાતિ લાંબો સમય ટકી ન હતી. 1992 સુધીમાં નિશાને કામ મળવાનું લગભગ બંધ થઈ ગયું હતું.

તેના હાથમાં માત્ર એક જ ફિલ્મ હતી, મિમિક એક્શન 500, જે 1995માં રિલીઝ થઈ હતી. કામના અભાને કારણે તે લક્ઝરી લાઇફ જીવી શકી નહિ, જેની તેને આદત પડી ગઇ હતી. તે જે પૈસા કમાઇ તેને પણ તેણે ધીમે ધીમે ખર્ચી નાખ્યા. ફિલ્મોમાં કામ મળવાનું બંધ થયા બાદ તેને પૈસા કમાવવા માટે વેશ્યાવૃત્તિમાં જવાની સલાહ આપી.

નિશાનો પરિચય એવા જ કેટલાક લોકો દ્વારા થયો હતો જેઓ આ કામ સાથે જોડાયેલા હતા. પૈસાની સખ્ત જરૂર હતી એટલે નિશાએ પણ એ તરફ એક પગલું ભર્યું. વિસ્મૃતિમાં જીવતા નિશા વેશ્યા બની ગઈ હતી. સમય જતાં લોકો તેને ભૂલી પણ ગયા. 1995 પછી નિશા અચાનક ગાયબ થઈ ગઈ. તે લગભગ 12 વર્ષ સુધી ન તો પરિવારને મળી અને ન તો ઈન્ડસ્ટ્રીમાં કોઈને મળી. તે ક્યાં છે અને કઈ હાલતમાં છે તેની કોઈને ખબર પણ ન પડી. ત્યારે એકવાર તેના સોતેલાભાઇની નજર દરગાહ પાસેથી પસાર થતી વખતે બહાર બેઠેલી એક લાવારસ સ્ત્રી પર પડી. તેનું શરીર ફાટેલા કપડાથી ઢંકાયેલું હતું, પણ તેનો ચહેરો પરિચિત લાગતો હતો.

તેના સોતેલા ભાઇએ જઈને જોયું તો હાડપિંજર જેવું શરીર જોઈને તેને આશ્ચર્ય થયું. આ મહિલા બીજું કોઈ નહીં પણ તેની સેતેલી બહેન અને એક સમયની પ્રખ્યાત અભિનેત્રી નિશા નૂર હતી. આ દરમિયાન તેના શરીર પર કીડીઓએ ઘર બનાવી લીધુ હતુ.તે બાદ તેનો ભાઇ તેને લઈને એનજીઓ મુસ્લિમ મુનેત્ર કઝગમના લોકો સુધી પહોંચ્યો હતો. જે બાદ તેની સારવાર કરવામાં આવી પરંતુ તેણે વર્ષ 2007માં દુનિયાને અલવિદા કહી દીધુ. જો નિશા કદાચ આજે જીવતી હોત તે 60 વર્ષની હોત.

Shah Jina