ભારતીય ઓલરાઉન્ડર શ્રેયસ ગોપાલ તેની પત્ની નિકિતા શિવ સાથે માલદીવમાં તેનું હનીમૂન મનાવી રહ્યો છે. કપલે આ ખાસ ક્ષણની કેટલીક શ્રેષ્ઠ તસવીરો શેર કરી છે. માલદીવના સમુદ્રમાં નિકિતા શિવ કોઈ જલપરીથી ઓછી દેખાતી નથી. નિકિતા શિવ સુંદરતામાં બોલિવૂડની હિરોઈનોને પણ પાછળ છોડી દે છે, જેના કારણે ચાહકો તેની સ્ટાઈલના દિવાના બની જાય છે.શ્રેયસ ગોપાલની પત્ની નિકિતા શિવને ફરવાનો ઘણો શોખ છે. તે અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી રહે છે.ઉલ્લેખનીય છે કે શ્રેયસ ગોપાલ અને નિકિતા શિવે 25 નવેમ્બર 2021ના રોજ સાત ફેરા લીધા હતા. લગ્ન સમારોહમાં સંબંધીઓ અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા.
View this post on Instagram
ભારતીય ઓલરાઉન્ડર શ્રેયસ ગોપાલે નવેમ્બરમાં તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ નિકિતા સાથે લગ્ન કર્યા હતા. શ્રેયસ ગોપાલે ઇન્સ્ટાગ્રામ દ્વારા તેના લગ્નની જાણકારી આપી હતી. બંનેએ લગ્નના થોડા મહિના પહેલા સગાઈ કરી હતી. શ્રેયસ ગોપાલ ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્ણાટક તરફથી રમે છે. તે હજુ પણ IPLમાં રાજસ્થાન રોયલ્સનો ભાગ હતો અને લાંબા સમયથી આ ટીમ માટે રમી રહ્યો હતો. શ્રેયસ ગોપાલની પત્ની નિકિતા શિવ એક બિઝનેસ વુમન છે અને પોતાની કંપની ચલાવે છે. તે ધ માના નેટવર્ક કંપનીની સીઈઓ છે.
View this post on Instagram
આ સાથે તેણે બાર એપિસોડ્સ નામની ઇવેન્ટ સર્વિસ પણ શરૂ કરી છે. તેણે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર જણાવ્યું છે કે લૂઈ ફિલિપ કંપનીની સ્ટ્રેટેજી અને માર્કેટિંગનું કામ જુએ છે.લગ્ન દરમિયાન શ્રેયસ ગોપાલ અને નિકિતાના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. જો કે, આ લગ્નમાં કયા ક્રિકેટરોએ હાજરી આપી હતી તે સ્પષ્ટ થયું ન હતુ. શ્રેયસ ગોપાલ લાંબા સમયથી કર્ણાટક ટીમનો ભાગ છે. ઉપરાંત, તે લાંબા સમયથી IPL રમી રહ્યો છે.
View this post on Instagram
શ્રેયસ લેગ સ્પિનર બોલિંગ કરે છે અને ભારત A ટીમનો પણ ભાગ રહી ચુક્યો છે. 28 વર્ષીય શ્રેયસ ગોપાલ હજુ સુધી ભારતીય ટીમમાં રમી શક્યો નથી. તેણે 64 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 2674 રન બનાવ્યા છે અને 191 વિકેટ લીધી છે. તે જ સમયે, તેણે 47 લિસ્ટ A મેચોમાં 77 વિકેટ અને 82 T20 મેચોમાં 91 વિકેટ લીધી છે.શ્રેયસ ગોપાલે તેની કારકિર્દીની શરૂઆત મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે કરી હતી. પરંતુ જેમ તેણે રમવાનું શરૂ કર્યું, તેના લેગ સ્પિનનો જાદુ વધુ જોવા મળ્યો. અત્યારે તે લેગ સ્પિનર છે. જોકે, તે બેટિંગ પણ કરે છે.
View this post on Instagram
તે IPLમાં રાજસ્થાન રોયલ્સ સાથે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે.નિકિતા શિવે મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. નિકિતા શિવે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બેંગ્લોરમાં ઘણી સોફ્ટવેર કંપનીઓમાં કામ કર્યું હતું. આ પછી તેણે ધ માના નેટવર્ક નામની કંપની શરૂ કરી.નિકિતા શિવને ફરવાનો ઘણો શોખ છે. તે અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી રહે છે. નિકિતા તેની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે, તેને જીમમાં વર્કઆઉટ કરવાનું પસંદ છે.
View this post on Instagram
નિકિતાની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ સારી છે. તેને 7000થી વધુ લોકો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. નિકિતાએ ગોવા ટ્રિપની ઘણી તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરોમાં તેનો હોટ અવતાર જોવા મળ્યો હતો. કેટલીક તસવીરોમાં તે તેની મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી હતી તો કેટલીક તસવીરોમાં તે સમુદ્ર વચ્ચે જોવા મળી હતી. નિકિતા શિવને ટ્રાવેલિંગનો શોખ છે. તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી રહેતી હોય છે. નિકિતા શિવે મણિપાલ ઇન્સ્ટીટયૂટ ઓફ ટેક્નોલોજીથી ગ્રેજ્યુએશન કર્યુ છે.
View this post on Instagram
અભ્યાસ પૂરો કર્યા બાદ બેંગલુરુમાં તેણે ઘણી સોફ્ટવેર કંપનીમાં કામ કર્યુ હતુ. તે બાદ તેણે પોતાની The Mana Network નામની કંપની શરૂ કરી. નિકિતા તેની ફિટનેસ પર ઘણુ જ ધ્યાન આપે છે, તેને જીમમાં વર્કઆઉટ કરવું ઘણુ પસંદ છે.શ્રેયસ અને નિકિતા એકબીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યા હતા. ક્રિકેટર શ્રેયસ ગોપાલે ખૂબ જ ફિલ્મી અંદાજમાં 11 ઓગસ્ટ 2021ના રોજ તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ નિકિતા શિવને પ્રપોઝ કર્યુ હતુ. જે બાદ IPL ટીમ રાજસ્થાન રોયલ્સે તેમને શુભકામનાઓ પણ આપી હતી.
View this post on Instagram