આ અભિનેત્રીને બંદૂક બતાવીને કરી લીધી લાખો રૂપિયાની લૂંટ, કબાટમાં છુપાઈને…

બોલીવુડની આ ફેમસ અભિનેત્રી સાથે ખુબ જ ખરાબ થયું, જુઓ

દેશભરમાંથી લૂંટ અને હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં જ અભિનેત્રી નિકિતા રાવલ સાથે પણ એક લૂંટની ઘટના બની છે. નિકિતા સાથે નવી દિલ્હીના શાત્રીનગરમાં બંદૂકની અણીએ લૂંટ કરવામાં આવી હતી. જાણકારી પ્રમાણે અભિનેત્રીના લગભગ 7 લાખ રૂપિયા  લૂંટી લેવામાં આવ્યા હતા.

નિકિતા શૂટિંગ માટે રાજધાનીમાં તેની માસી સાથે રહેતી હતી. ઘટના સમયે તે ઘરમાં એકલી જ હતી. તેના જણાવ્યા પ્રમાણે લૂંટારુઓએ  ચહેરા ઉપર માસ્ક પહેરી રાખ્યું હતું. જેના કારણે તે તેમનો ચહેરો પણ ના જોઈ શકી. મીડિયા રિપોર્ટ અનુસાર લૂંટારુઓએ તેને કથિત રીતે બંધક બનાવી અને તેના સાત લાખ રૂપિયા લૂંટી લીધા હતા.

31 વર્ષીય નિકિતા જણાવે છે કે તેને પોતાની જાતને લૂંટારુઓથી બચાવવા માટે કબાટની અંદર સંતાડી લીધી હતી. તે કહે છે કે આ મારા જીવનની સૌથી દર્દનાક ઘટના છે. હું હજુ પણ આ આઘાતમાંથી બહાર નથી આવી શકી અને મને હજુ પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે હું જીવતી છું, કારણ કે જો હું લડતી તો હું મરી જ જતી.”

મુંબઈમાં રહેવા વાળી નિકિતા રાવલ વર્ષ 2007માં ફિલ્મ “મિસ હોટ મિસ્ટર કુલ” અને 2009ની ફિલ્મ “ધ હીરો-અભિમન્યુ”માં નજર આવી ચુકી છે. આ સાથે જ તે અરશદ વારસીની આવનારી ફિલ્મ “રોટી કપડાં ઔર રોમાન્સ”માં પણ નજર આવશે. આ ઉપરાંત નિકિતા એક સુંદર ડાન્સર પણ છે.

Niraj Patel