“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શોએ દર્શકોના દિલમાં એક એલગ જગ્યા બનાવી લીધી છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. શોમાં રીટા રીપોર્ટનું પાત્ર પ્રિયા આહુજાએ નિભાવે છે. તે હાલ ઘણી ચર્ચામાં છે.રીટા રીપોર્ટર એટલે કે પ્રિયા આહુજાએ તેના પતિ સાથે 20 તારીખના રોજ બીજીવાર લગ્ન કર્યા છે.
આ લગ્નમાં તારક મહેતાના કલાકારો પણ હાજર રહ્યા હતા. પરંતુ આ દરમિયાન બધાની આંખો જૂની સોનું એટલે કે નિધિ ભાનુશાળી પર અટકી ગઇ.નિધિ ભાનુશાળીનો રંગ રૂપ અલગ અલગ લાગી રહ્યુ હતુ, તે શોમાં જેવી દેખાતી હતી બિલકુલ તેવી લાગતી ન હતી.
પ્રિયા આહુજાની મહેંદી રસમમાં નિધિએ એવી સાડી પહેરી હતી કે તસવીરો જોઇ એવું લાગી રહ્યુ હતુ કે તેને એ વાતથી કોઇ ફરક નથી પડતો કે તે કેવી દેખાય છે. નિધિએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રિયા આહુજાના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો અંદાજ બિંદાસ લાગી રહ્યો છે.
અભિનેત્રીએ પોતાની સાડીથી લઇને લહેંગા સુધી ઘણી લાઇમલાઇટ લૂંટી. તમને જણાવી દઇએ કે, નિધિ શોની કાસ્ટ સાથે હજી પણ જોડાયેલી છે. તારક મહેતાના ગોલી સાથે તેની મિત્રતા પાક્કી છે અને પ્રિયા આહુજાને તે તેની બહેનની જેમ માને છે.
તારક મહેતાના કલાકારોથી લોકોનું અલગ કનેક્શન છે. શોનો ભાગ રહી ચૂક્લી અભિનેત્રી નિધિ ભાનુશાળી જે ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી અને શિક્ષક ભિડેભાઇની દીકરી સોનુનું પાત્ર નિભાવી રહી હતી તેને આજે પણ લોકો પ્રેમ કરે છે. એટલા જ માટે સોશિયલ મીડિયા પર તેની તસવીર હોય છે વીડિયો જોતજોતામાં વાયરલ થઇ જતા હોય છે.
દર્શકો વચ્ચે સૌથી હિટ રહેતો ટીવી ઉપરનો શો તારક મહેતા દર્શકોને ભરપૂર મનોરંજન કરાવે છે. આજે આ શોની નદાર ઘણા પાત્રો બદલાઈ ગયા છે, પરંતુ શોમાં કામ કરી ચૂકેલા ઘણા પાત્રો આજે પણ લાઇમલાઇટમાં છવાયેલા રહેતા હોય છે. એવું જ એક આ શોનું પાત્ર છે સોનુનું.
સોનુનું પાત્ર એક સમયે અભિનેત્રી નિધિ ભાનુશાલી નિભાવતી હતી. જે આજે પણ લાઇમ લાઇટમાં છવાયેલી રહે છે. નિધિ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો તેમજ વીડિયો પણ તે શેર કરતી રહે છે.
સોનુના ઇન્સ્ટાગ્રામ પર 884K ફોલોઅર્સ છે. તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયોથી હેડલાઇન્સમાં રહેતી હોય છે. તે થોડા સમય પહેલા એડવેન્ચર ટ્રીપ પર ગઇ હતી અને તેણે ટ્રીપની ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. તે ઘણી બિકીવાળી તસવીરો પણ શેર કરી સનસની મચાવી ચૂકી છે.