બિગ બોસમાં ફરી બધી હદ પાર થઇ ગઈ, પ્રતીક સાથે નેહા ભસીને જે કર્યું એ જોઈને હોંશ ઠેકાણે નહિ રહે

તમામ હદ પાર કરી દીધી નેહા ભસીને ખુલ્લેઆમ પ્રતીક સાથે…જાણો વિગત

ટીવીના પોપ્યુલર કોન્ટ્રોવર્શિયલ શો બિગબોસ ઓટીટી આ દિવસોમાં ઘણો ચર્ચામાં છે. શોમાં એક્શન, ડ્રામા અને એન્ટરટેઇનમેન્ટ જોવા મળી રહ્યુ છે. રોજ અહીં સંબંધ બદલતા જોવા મળે છે. ખબરોની માનીએ તો નિયા શર્મા ઘરની અંદર આવી ચૂકી છે. અભિનેત્રીએ વાઇલ્ડ કાર્ડ કંટેસ્ટેંટ તરીકે એન્ટ્રી મારી છે. તેણે ઘરની અંદર આવતા જ જંગ છેડી દીધી છે. નિયાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, તેનો ફેવરેટ કંટેસ્ટેંટ પ્રતીક સહજપાલ છે અને તે તેની સાાથે પોતાનું કનેક્શન બનાવશે.

નિયા સીધી બોસ લેડી બનીને ઘરમાં આવી છે. લેટેસ્ટ રીપોર્ટ્સ અનુસાર નિયા શર્મા તેની સાથે કેટલાક ટાસ્ક અને કેટલીક વસ્તુઓ લઇને આવી છે. તે આવતા જ નેહા અને પ્રતીકના કનેક્શનને તોડવાની કોશિશ કરી રહી છે. આ વચ્ચે નેહા તેના કનેક્શન પ્રતીકને ઓઇલ મસાજ આપતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે, જેમાં સિંગર પ્રતીકને બોડી મસાજ આપતી જોવા મળી રહી છે.

નિયા શર્મા તેનું કનેક્શન કોની સાથે જોડે છે, તે તો આવનાર એપિસોડ્સમાં જ ખબર પડશે. આ ઉપરાંત નિયા બાકીના કંટેસ્ટેંટ સાથે પણ કેટલીક ઓવર ધ ટોપ વસ્તુ કરાવતી નજર આવશે. બધા કંટેસ્ટેંટે નિયાને ઇમ્પ્રેસ કરવાની છે. નિયા જે પણ કનેક્શનને વિનર તરીકે પસંદ કરશે તે બીજા અને ત્રીજા કન્ટેન્ડર્સ હશે.

જણાવી દઇએ કે, હાલમાં જ જીશાન ખાન પણ પ્રતીક સહજપાલ સાથે ઝઘડાને લઇને એવિક્ટ થયા. આ સમયે શોમાં દિવ્યા અગ્રવાલ, નેહા ભસીન, પ્રતીક સહજપાલ, મિલિંદ ગાબા, અક્ષરા સિંહ, રાકેશ બાપત, શમિતા શેટ્ટી, મુસ્કાન જટ્ટાના અને નિશાંત ભટ્ટ સારી ગેમ રમી રહ્યા છે. જણાવી દઇએ કે, નેહા અને પ્રતીક વચ્ચેના કનેક્શનને લઇને નેહાના પતિએ રિએક્શન આપ્યુ છે.

નેહાના સંગીતકાર પતિ સમીરુદ્દીને સ્પોટબોય સાથે વાત કરતા કહ્યુ કે, ગેમમાં જે પણ જાય છે તો તેમનો ટારગેટ ટ્રોફી હાંસિલ કરવાનો હોય છે. તે તેના હિસાબે પોતાની સ્ટ્રેટેજી બનાવે છે. નેહા પણ એ જ કરી રહી છે. જયારે તમને એક રૂમમાં બંધ કરી દે તો તેેમના વચ્ચે સતત તકરાર, પ્રતિસ્પર્ધા કરવાની કે કોણ કુલ છે, કોણ સારુ છે, કોણ હોશિયાર છે, તેમજ ગળે લગાડવુ, ઝઘડવુ, છેડખાની અને સ્કૂલના બાળકોની જેમ મજાક ઉડાવવી એ નોર્મલ વાત છે.

નિયા શર્માની વાત કરીએ તો, નિયા ટીવીની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. તે તેની ગ્લેમરસ અને હોટ તસવીરોને કારણે લાઇમલાઇટમાં રહે છે.બિગબોસ ઓટીટીમાં એન્ટ્રીની ખબરો વચ્ચે નિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યુ હતુ કે, ચાલો  કંઇ તોફાની કરીએ. બીબી ઓટીટી 1 સપ્ટેમ્બરે.

Shah Jina