રમત-રમતમાં દીકરી ઉપર કૂદી ગયા ભારી ભરખમ પિતા, પછી જે થયુ તે કયારેય ભૂલી નહિ શકે પરિવાર

3 વર્ષની દીકરી પર તેનો વજનદાર બાપ ભૂલથી કૂદી ગયો પછી જે થયું એ હચમચાવી દેશે

બાળપણમાં રમતા સમયે કેટલીકવાર બાળકો નાના-મોટા એક્સિડન્ટનો શિકાર થતા રહે છે. પરંતુ ન્યુઝિલેન્ડનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જયાં પિતાની ભૂલને કારણે થયેલ એક દુર્ઘટનામાં બાળકીના જીવ પર આવી જશે તે કયારેય કોઇએ વિચાર્યુ ન હતુ.

ન્યુઝિલેન્ડના રહેવાસી રોબોટ ફોલે તેમની 3 વર્ષની બાળકી સાથે પાર્કમાં રમી રહ્યા હતા અને રમત રમતમાં એક હિંચકા પરથી કૂદવું તેમને ભારી પડી ગયુ. કારણ કે કૂદયા બાદ તે તેમનું વજન કંટ્રોલ કરી ન શક્યા અને તેમની દીકરી ઉપર જઇને પડ્યા. ઉતાવળમાં દીકરીને ઉઠાવી તેઓ હોસ્પિટલ તરફ ભાગ્યા પરંતુ દીકરી ત્યાં સુધી દમ તોડી ચૂકી હતી. આ ઘટના બાદથી તો તેઓ પૂરી રીતે તૂટી ચૂક્યા છે.

3 વર્ષની બાળકી એમ્બરલી પેનિંગટન ફોલે, જેની મોત તેના પિતાના રમત મેદાનમાં તેના ઉપર પડવાથી થઇ ગઇ. તે અને તેના પિતા રમી રહ્યા હતા જયારે આ એક્સિડન્ટ થયો. એવું જણાવવામાં આવી રહ્યુ હતુ કે, જે સમયે આ ઘટના ઘટી ત્યારે એમ્બરલી સુપરનોવા રિંગથી સૌથી ઊંચા ભાગ પર બેઠી હતી અને તેના પિતા પૈડા પર ઊભા હતા.

તેમણે તેને જમણી અને ડાબી બાજુ લઇ જઇ પછી બીજીબાજુ ફરાવી, પરંતુ ફોલેના પૈડાએ સંતુલન ખોઇ દીધુ અને જેવુ જ તેમણે કૂદવાની કોશિશ કરી કે તેઓ ફરી ગયા અને તેઓ પડી ગયા. તે બાદ તેઓ ઉઠ્યા તો તેમનુ બધુ વજન તેમની દીકરી પર આવી ગયુ.

ઉતાવળમાં પિતા તેમની લોહીથી લથપથ દીકરીને હોસ્પિટલ લઇ ગયા પરંતુ ત્યાં જઇને ખબર પડી કે તેના માથા અને ગળાના ભાગે તેને ગંભીર ઇજા પહોંચી છે. ડોક્ટરોએ તેને બચાવવાની કોશિશ કરી પરંતુ તેની મોત થઇ ગઇ.

એમ્બરલીની મોતથી પરિવાર પણ તૂટી ગયો છે. ફોલેએ કહ્યુ કે, બધા જ દિવસ ઘણુ ખરાબ મહેસૂસ થાય છે કે મારા કારણે મારી દીકરીનો જીવ ચાલ્યો ગયો. તે મારી સૌથી સારી મિત્ર હતી.

Shah Jina