BREAKING: તાજમહેલને બોમ્બથી ઉડાવવાની ધમકી, ફોર્સે નીકાળ્યા પર્યટકોને બહાર, બોમ્બ સ્કોવડ પણ પહોંચી, તપાસ ચાલુ

તાજમહેલને આજે ગુરૂવારે એટલે કે 4 માર્ચે અચાનક જ બંધ કરી દેવામાં આવ્યો. તાજમહેલ અંદર વિસ્ફોટકની સૂચના મળવા પર સીઆઇએસએફ અને યૂપી પોલિસના જવાનો દ્વારા તાજમહેલમાં હાજર પર્યટકોને જલ્દી જ બહાર નીકાળવામાં આવ્યા અને તાજમહેલના બંને દરવાજાઓને બંધ કરવામાં આવ્યા.

તાજમહેલમાં બોમ્બની ખબર બાદ પર્યટકોને બહાર નીકાળવામાં આવ્યા હતા. અફરાતફરીનો પણ માહોલ સર્જાઇ ગયો હતો. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, કોઇએ ફોન કરીને તાજમહેલમાં વિસ્ફોટક રાખવામાં આવ્યો હોવાની સૂચના આપી હતી. જે બાદ CISF અને સ્થાનિક પોલિસ ત્યાં પહોંચી હતી.

વિશ્વ પ્રસિદ્ધ સ્મારક તાજમહેલમાં આજે હડકંપ મચી ગયો હતો, જયારે કોઇએ ફોન કરીને તાજમહેલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી. તેણે તાજમહેલની અંદર બોમ્બ રાખ્યાની પણ વાત કહી હતી.

તાજમહેલના પૂર્વ અને પશ્ચિમ દરવાજાને બંધ કરી દેવામાં આવ્યા છે. આસપાસનું બજાર પણ બંધ કરાવી દેવામાં આવ્યુ છે. સ્થળ પર બોમ્બ સ્કોવડ પણ હાજર છે. જો કે, તાજમહેલની અંદર બોમ્બ લઇ જવો એ નામુમકિન છે કારણ કે પર્યટકોને સુરક્ષા તપાસી જ અંદર લઇ જવામાં આવે છે.

CISF has been alerted. The man’s location was traced to Firozabad. Further investigation underway: Shiv Ram Yadav, SP (Protocol), Agra

તમને જણાવી દઇએ કે, આગ્રાના લોહામંડી સ્ટેશનમાં યૂપી પોલિસને કોઇએ બોમ્બની સૂચના આપી હતી. આગ્રામાં પ્રોટોકોલ એસપી શિવરામ યાદવે જણાવ્યુ કે, ફોન કરીને બોમ્બની સૂચના આપવાવાળો યુવક ફિરોઝાબાદનો રહેવાસી છે. તે સૈનિક ભર્તી રદ થવાને કારણે નારાજ હતો. શિવરામ યાદવે કહ્યુ કે, ફોન આવ્યા બાદ જયારે પોલિસે આ નંબરને ટ્રેસ કર્યો તો યુવકની જાણકારી મળી ગઇ અને તેને હિરાસતમાં પણ લેવામાં આવ્યો.

Shah Jina