ફેસબુક પર થયો પ્રેમ, ત્રણ મહીના પહેલા કર્યા લગ્ન અને લગ્નના 10 દિવસ બાદ પતિનો ખૂંખાર ચહેરો આવ્યો સામે

દેશભરમાંથી ઘણીવાર દહેજ માટે પ્રતાડિત કરવાના કિસ્સા સામે આવતા રહે છે. ઘણીવાર આવા કિસ્સામાં પરિણિતા કંટાળી મોતને વહાલુ કરી લેતી હોય છે, તો ઘણીવાર સાસરિયા વિરૂદ્ધ હિંમત કરી કેસ દાખલ કરાવતી હોય છે. દહેજ માટે કેટલીક વાર પરિણિતાને તેના પતિ તરફથી માર પણ સહન કરવો પડતો હોય છે. ત્યારે હાલ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતિને ફેસબુક પર એક યુવક સાથે પ્રેમ થાય છે. તે બાદ તે બંને સતત વાત કરતા જાય છે અને ઘણીવાર એકબીજાને મળવા પણ જતા હોય છે. તે બાદ બંનેના લગ્ન પણ થઇ જાય છે.પરંતુ લગ્ન બાદ પતિ, સાસુ, દિયર અને નણંદ પરિણિતાને દહેજ માટે પ્રતાડિત કરવા લાગે છે.

પતિ

આ કિસ્સો આગ્રાના બાંદા જિલ્લાનો છે. બાંદા જિલ્લાની રહેવાસી સોનમ સિંહ ત્યાંની એક ન્યુઝ ચેનલમાં એન્કર હતા. તેણે કોરોનાની પહેલી લહેરમાં લાગેલા લોકડાઉન દરમિયાન આગ્રાના છત્તા નિવાસી અનુજ ચૌહાણ સાથે ફેસબુક પર પ્રેમ થઇ ગયો હતો. તે બાદ બંને સતત ચેટિંગ કરતા ગયા અને ફોન પર વાતચીત થતી ગઇ. તે બાદ બંનેના ત્રણ મહીના પહેલા જ લગ્ન થયા હતા. પરંતુ લગ્ન બાદ તેને સાસરિયા તરફથી દહેજ માટે પ્રતાડિત કરવામાં આવવા લાગી. તેની સાથે મારપીટ પણ કરવામાં આવતી હતી. લગ્નના 10 દિવસ બાદ જ તે લોકોનો ચહેરો સામે આવી ગયો.

પીડિતાનો આરોપ છે કે, તે ગર્ભવતી હતી અને ત્યારે પતિ બાળક ન ઇચ્છતો હોવાને કારણે તેના પેટમાં લાત મારી હતી જેને કારણે તેનો ગર્ભપાત થઇ ગયો હતો. પીડિત મહિલા અનુસાર રક્ષાબંધનના બે દિવસ પહેલા તેણે પતિને પિયર જવા માટે પૂછ્યુ હતુ ત્યારે પતિ અનુજે તેને છાતી પર લાત મારી હતી અને તેના કારણે તેની પાંસળીઓ તૂટી ગઇ હતી.

સાસુ

પીડિતાની હાલત ખરાબ થવા પર તેની સારવાર પિયરવાળા દ્વારા બાંદામાં કરાવવામાં આવી હતી. તે જયારે સારવાર બાદ પરત સાસરે આવી તો તેના પતિએ અડધી રાત્રે તેને ઘરેથી નીકાળી દીધી. તે બાદ તે પરેશાન થઇ અજાણતા એક ટ્રેનમાં બેસી ગઇ અને બિહાર પહોંચી ગઇ. એક દિવસ તેણે સ્ટેશન પર વીતાવી અને તે બાદ પતિ અનુજે સમજાવી અને ઘરે બોલાવી લીધી. પીડિતાએ તેના પતિ પર એ પણ આરોપ લગાવ્યો છે કે, તેનો પતિ અનુજ કોઇ મહિલા સાથે દિવસભર વાત કરતો રહે છે.

પીડિતા આ મામલે પોલિસ સ્ટેશન ફરિયાદ લઇ પહોંચી હતી. ત્યારે તેના શરીર પર અલગ અલગ જગ્યાએ ઘણી ઇજા પહોંચેલી હતી. પતિ અને સાસુ દ્વારા મારપીટ દરમિયાન તેણે મોબાઇલમાં ઓડિયો રેકોર્ડ કર્યા હતા અને આ ઓડિયોમાં પતિ દ્વારા તેના પર બૂમો પાડવાની અને મારપીટ કરવાનો અવાજ સ્પષ્ટ સાંભળવા મળી રહ્યો હતો. પોલિસે પીડિતાની ફરિયાદને આધારે પતિને હિરાસતમાં લઇ પૂછપરછ શરૂ કરી છે.

Shah Jina