આ તો કેવા મા-બાપ ! સમગ્ર ઘટના જાણીને આવા માં-બાપ પર ધિક્કાર થશે
બિહારના મુઝફ્ફરપુરના રહેવાસી લાલચી માતા-પિતાએ તેના જ બાળકનો સોદો કરી દીધો. માસૂમ બાળકે જયારે આંખ ખોલી, તો માતાનો ખોળો બદલાઇ ચૂક્યો હતો. તે માસૂમને તો કદાચ ખબર પણ ન હતી કે તેની સાથે શુ થઇ રહ્યુ છે. ત્યાં બીજીબાજુ માસૂમને ખરીદનાર માતા-પિતા ખુશ હતા અને બાળકને બધા જૂના કનેક્શન તોડી અસલી માતા-પિતાથી દૂર લઇ જવા ઇચ્છતા હતા, પરંતુ બાળકના સોદાની રકમે આ પૂરો ખેલ બગાડી દીધો.

8 જૂનના રોજ ગુરુગ્રામની નારાયણા હોસ્પિટલમાં પૂજા દેવી અને તેના પતિ ગોવિંદ કુમારને એક બાળક થયુ. બાળકને ત્યારે જ વેચવાનો મૌખિક સોદો થઇ ગયો હતો જયારે પૂજા ગર્ભવતી હતી. દંપતિએ બાળકને 3.60 લાખ રૂપિયામાં વિદ્યાનંદયાદવ અને રામપરી યાદવને વેચી દીધો જે બિહારના મધુબની જિલ્લાના નિવાસી હતા. ગોવિંદ જયાં કામ કરતો હતો ત્યાં તેની ઓળખ રમન સાથે થઇ અને તે બાદ બાળકના સોદાની વાત આવી.
પોલિસે જણાવ્યુ કે, બંને દંપતિ અને મધ્યસ્થોની ધરપકડ કરી લેવામાં આવી છે. બાળકને યાદવ દંપતિથી છોડાવી લેવામાં આવ્યો છે, તેના વિશે હવે કલ્યાણ સમિતિ નિર્ણય કરશે. પોલિસે જણાવ્યુ કે, રમન અને હરપાલથી સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સંભવત: નંબર બ્લોક કરી દીધો, તે બાદ અપહરણનો આરોપ લગાવી પોલિસમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી.