નવા વર્ષની રાત્રે ઝોમેટો પર ઓર્ડર કરીને મંગાવ્યું ફૂડ… ડિલિવરી બોય આવતા જ તેની સાથે કર્યું એવું કામ કે, લોકો બોલ્યા..”બધા જ આવું સમજતા હોય તો…” જુઓ વીડિયો

ડિલિવરી બોય માટે આ મિત્રોના ગ્રુપે જે કર્યું એ જોઈને તમારું હૈયું પણ રાજીનું રેડ થઇ જશે.. ખરેખર માણસાઈ હજુ જીવે છે.. જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર ડિલિવરી બોયના ઘણા બધા વીડિયો તમે વાયરલ થતા જોયા હશે. ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળે છે કે ઘણા લોકો ડિલિવરી બોય સાથે ખરાબ વર્તન પણ કરતા હોય છે. જાણી જોઈને તેમને હેરાન કરે છે અને ફ્રી ફૂડ લેવાના ચક્કરમાં ડિલિવરી બૉયની રોજી રોટી પર પણ લાત મારતા હોય છે.

પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જે ફૂડ ડિલિવરી બોયની મહેનતને સલામ કરે છે અને તેમનું પણ સન્માન કરતા હોય છે. ઘણા લોકો તેમના માટે પણ કઈક ખાસ કરવા માંગતા હોય છે. તેનું એક તાજું ઉદાહરણ હાલ સોશિયલ મીડિયામાં નવા વર્ષની થઇ રહેલી ઉજવણી દરમિયાન જોવા મળ્યું. જેમાં કેટલાક યુવાનોએ ડિલિવરી બોય માટે એવું કામ કર્યું કે સૌના દિલ જીતી લીધા.

નવા વર્ષ પર દુનિયાભરમાં લોકો ઉત્સાહના મૂડમાં હતા. ઘણા લોકો પાર્ટીમાં ગયા તો ઘણા લોકોએ ઘરે જ પાર્ટી કરી. ત્યારે કેટલાક મિત્રોના ગ્રુપે આ નવું વર્ષ ડિલિવરી બોય માટે ખાસ બનાવવાનો નિર્ણય કર્યો.  જેનો વીડિયો કિશન શ્રીવાસ્તવ નામના યુઝર્સ દ્વારા ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જે લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઝોમેટોનો ડિલિવરી બોય કેક લઈને આપવા માટે આવે છે. જેના બાદ મિત્રોના ગ્રુપ દ્વારા તે કેક ડિલિવરી બોયના હાથથી જ કપાવવામાં આવે છે. આ જોઈને ડિલિવરી બોય પણ ખુબ જ ભાવુક થઇ જાય છે. આ દરમિયાન આકાશમાં ફટાકડા ફૂટતા પણ સાંભળી શકાય છે. મતલબ કે આ ઉજવણી બરાબર 12 વાગે થઇ હતી. હવે આ વીડીયો પર લોકો પોતાના અલગ અલગ પ્રતિભાવ આપીને આ મિત્રોની પ્રસંશા પણ કરી રહ્યા છે.

Niraj Patel