વડોદરા બોટકાંડ મામલે ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ કહ્યું, બાળકોને સેફ્ટી જેકેટ શિક્ષકોના કહેવા છતા ન અપાયા અને…

વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં એક બાદ એક નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોની પ્રતિક્રિયા સામે આવી છે. તેમનું કહેવું છે કે, સ્કૂલની નહી પણ બોટ ચાલકની બેદરકારીના કારણે દુર્ઘટના સર્જાઇ. કોઈ પણ સેફ્ટી વગર બાળકોને બોટમાં બેસાડવામાં આવ્યા.

આ ઉપરાંત ફનટાઈમ મેરિનાની બેદરકારીના કારણે આ દુર્ઘટના બની હોવાનું પણ સ્કૂલ સંચાલક દ્વારા જણાવાયુ હતુ. ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ કહ્યું- બોટમાં વ્યવસ્થા નહોતી એટલે વિદ્યાર્થી અને શિક્ષકોનો ભોગ લેવાયો. શાળાના શિક્ષક માનસીબેને બોટના ઓપરેટરને જાણ કરી હતી તેવો દાવો સંચાલકોએ કર્યો હતો. માનસીબેને કહ્યુ હતુ કે, આટલા લોકોને બોટમાં ન બોસાડો પણ તેઓએ એવું કહ્યુ કે આ અમારુ રોજનું કામ છે.

જણાવી દઇએ કે, ન્યૂ સનરાઈઝ સ્કૂલના 80-82 વિદ્યાર્થીઓ પ્રવાસ માટે ગયા હતા અને તેમની સાથે 11 જેટલા શિક્ષકો હતા. સંચાલકોએ એવો દાવો કર્યો કે પ્રવાસની તમામ પ્રકારની મંજૂરી લેવાયેલી હતી. સ્કૂલ સંચાલકોએ કહ્યું કે, બોટમાં વધારે છોકરા બેસાડ્યા તો શિક્ષકે ના પાડી પણ બોટવાળાએ કહ્યુ કે અમારુ રોજનું કામ છે. આ ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવ્યો કે, શિક્ષકોના કહેવા છતા પણ બાળકોને સેફ્ટી જેકેટ નહોતા અપાયા.

Shah Jina